બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2015 અને 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા 5 વર્ષ બાદ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવકને ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે. ડેમનો 1 દરવાજા ખોલતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.

હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની પડતા બનાસ નદી ગાડીતૂર બની હતી, રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદી 2 કાંઠે વહેવા લાગી. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ.

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતા દાંતીવાડા ડેમનું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે દાંતીવાડા ડેમનું લેવલ 600 ફૂટે પહોંચતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.