રાણોલના કેસમાં એક આરોપીને દાંતીવાડા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

શેર કરવા અહીં ક્લિક કરો.

   દાંતીવાડા કેસની હકીકત વિગત મુજબ દાંતીવાડા તાલુકાના સાતસણ ગામના ફરિયાદી જસમાબેન રાણોલ ગામે પોતાની મોટી બહેન હેમાબહેનના ધરે મળવા માટે આવ્યા હતા. ત્યારે રાણોલ ગામના સુરેશ દેવીપૂજક રહે-રાણોલ તા-દાંતીવાડા ફરિયાદીના ધરમાં હાથફેરો કરતા હોવાથી અચાનક બન્ને બહેનો આવી જતા મારા ધરમાં શુ કરો છો તેમ પૂછતાં આરોપી સુરેશ ઉશ્કેરાઇ જઈ મહિલાને ભૂંડી ગાળાગાળી કરી અને ધરની અંદર પડેલ લોખડની ઓશીથી ઉમલો કરી બન્ને બહેનોને હાથ તેમજ માથાના ભાગે ઈજાઓ પોહચાડી હતી. જે બાબતની ફરિયાદ તારીખ ૧૯ જૂન ૨૦૧૭ ના રોજ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધણી હતી. જે કેસ દાંતીવાડા નામદાર કોર્ટના આર.ટી.રબારી દ્વારા ચાલી જતા આરોપી સુરેશને કલમ ૩૨૩,૩૨૫ તથા જી.પી એકટ ૧૩૫ મુજબના ગુનામાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા ૨૦૦૦ હજારનો દંડ કરી સરકારી વકીલે જે.એન. શ્રીમાળીની દલીલો માન્ય રાખી હતી. આરોપીને સજા ફટકારતા અન્ય ગુનાના આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.