ગરવીતાકાત દાંતીવાડાઃદાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થિ બપોરે પોતાની હોસ્ટેલના રૂમમાંથી નીકળી દાંતીવાડા ડેમ વિસ્તાર નજીક ઝાડીમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમા ચકચાર મચી છે. જુનાગઢના માંગરોળ ખાતેથી દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં એગ્રીમાં અભ્યાસ કરવા આવેલા હેમંત કાથડની દાંતીવાડા ડેમ તળેટીના નીચેના વિસ્તારમાં ઝાડીમાં લટકતી લાશ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના પર પહોંચી હતી.અને વિદ્યાર્થિના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ઘટનાની જાણ યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા.ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અગાઉ પણ દાંતીવાડા પોલીસે યુનિ.ના અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થીના પરિવાર જનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સીટીમાં એગ્રી એમ.એસ.સીમા છેલ્લા વર્ષમાં અભ્યાસ તો હતો. હેમંત કાથડ ઝાડે ફાંસો ખાતા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે ગમગીની છવાઈ હતી.