રાજ્યના આદિવાસી બહુલ્ય દાંતા તાલુકાની ખંઢોર – ઉંબરી, નાગેલ, કુંવારસી, દલપુરા, , કુંડેલ,  વગેરે ગ્રામ પંચાયતોમાં સતત તલાટી ગેરહાજર રહેતા ખંભાતી તાળા જોવા મળ્યા હતા.
આંતરિયાળ  વિસ્તારોમાં આવેલ દાંતા તાલુકા ને અતિ પછાત વિસ્તાર માનવામાં આવે છે, દાંતા તાલુકામાં સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે, દાંતા તાલુકાના ગામડાઓમાં શિક્ષણ ખુબજ ઓછા પ્રમાણમાં છે ઓછા શિક્ષણ નો ફાયદો ગ્રામ પંચાયત કર્મચારીઓ ,સતાધીશૉ, ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ઉઠાવી રહ્યા છે કોરોના મહામારીના કપરા સમયમાં પણ આજે “ખંઢોર-ઉંબરી,નાગેલ,કુંવારસી,દલપુરા, કુંડેલ, જેવા મોટા ભાગની ગ્રામ પંચાયતોને ખંભાતી તાળા જોવા મળ્યા હતા. તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં તલાટી શ્રી હાજર ન હતા.
આ બાબતે જ્યારે ગ્રામલોકો ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે અમારા ગામ ની અંદર તલાટી સાહેબ અઠવાડિયામાં એક બે દિવસ ગ્રામ પંચાયતમાં આવે છે અમારે જ્યારે ગ્રામ પંચાયતમાંથી કોઈ દાખલો  કે તલાટી શ્રી નું કોઈ કામ હોઈ ત્યારે અમારે એ સમયે ખુબજ મુસીબતનો સામનો કરવો પડે છે અને અમારા બીજા કામો અટકી જાય છે.

આ પણ વાંચો: પાલનપુર: પાલનપુર શહેરમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો

“””દલપુરા ગ્રામ પંચાયત માં આવકનો દાખલો લેવા આવેલા અશ્વિનભાઈ કાંતિભાઈ ગમાર સાથે વાત કરતા જાણવા મળ્યું છે દલપુરા ગ્રુપ ગામ પંચાયત છે હું આજે આવકનો દાખલો લેવા આવ્યો હતો પણ તલાટી સાહેબ હાજર નથી એમને ફોન કરતા એ ફોન ઉપાડતા નથી અને અમારી દલપુરા ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબ અઠવાડિયામાં એક બે દિવસ આવે છે””
કોઈ સરકારી અધિકારી આ છેવાડાના વિસ્તારની મુલાકાતે આવતા નથી દાંતા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો તાલુકાના ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ હોય એવુ લાગી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ આવા અનિયમિત તલાટીઓને છાવરતા હોય એવું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે દાંતા તાલુકાની આદિવાસી વિસ્તાર ની આ છેવાડાની ગ્રામ પંચાયતોના આવા ગુલ્લી બાજ અનિયમત તલાટી પર તંત્ર  કઈ પગલાં ભરશે ખરા કે પછી એમને છાવરવાના પ્રયત્નો કરશે.
Contribute Your Support by Sharing this News: