તરવૈયાઓની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો : નાહવાના શોખીનોએ સાવચેતી રાખવાની જરૂર

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મુમનવાસ નજીક આવેલા પાણીયારી આશ્રમ પાસેથી રહેતા ધોધમાં પાણીમાં નહાવા માટે લોકો ઉમટી રહ્યા છે. ત્યારે આજે મુમનવાસ ખાતે આવેલા પાણિયારે આશ્રમ નજીક આ ધોધના પાણીમાં ન્હાવા પડેલા યુવાનો પૈકી એક યુવાન પાણીમાં ડૂબી જતાં તેને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. જો કે બહાર કાઢતા મૃત હાલતમાં હોય તેમ જાણવા મળ્યું હતું.  

આ પણ વાચો –  ખાનગી શાળા ફી મુદ્દો: શીક્ષણમંત્રી બેઠકમાં સામાન્ય લોકોનો પક્ષ મજબુતીથી ના રાખી શક્યા

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુનો દરમિયાન ભારે વરસાદ વરસતા બનાસ નદી સહિત નદીઓમાં નીર આવતા નદીઓ વહેવા લાગી છે. બીજી તરફ દાંતા તાલુકાના મુમનવાસ નજીક આવેલ પાણીયારી આશ્રમ ખાતે રહેતા ધોધ પર પણ પાણી વહેવા લાગતાં નયનરમ્ય નજારો જોવા તેમજ આ ધોધના પાણીમાં ન્હાવા માટે લોકો ઉમટી રહ્યા હતા. દરમિયાન આજે મુમનવાસ પાણિયારે આશ્રમ ખાતે આ ધોધમાં ન્હાવા પડેલા યુવાનો પૈકી એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાંથી આ યુવકને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે તે મૃત હાલતમાં હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી હતી.
Contribute Your Support by Sharing this News: