પ્રોજેક્ટ કંપની દ્વારા સુરક્ષીત દીવાલ બનાવી આપવાની બાહેધરી આપાઈ હતી

અમદાવાદ રણુજ વચ્ચેની રેલ્વે લાઈનના બ્રોડગેજના ચાલતા કામકાજથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. મહેસાણાના ઘનપુરા પાસે રેલ્વેના મીટરગેજને બ્રોડગેજમાં ફેરવવાનુ કામકાજ ચાલી રહ્યુ છે, જેમાં રેલ્વે ટ્રેક ઉપર બનાવેલા પાળા ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે.

ચોમાસામાં વરસાદ વરસતા રેલ્વે બ્રોડગેજ માટે બનાવેલા માટીના પાળામાંથી માટી ખેતરોમાં ઘસી આવે છે. અને ઊભા પાકને નુકસાન પહોચાડે છે. રેલ્વે લાઈન બ્રોડગેજનું કામકાજ કરતા કોન્ટ્રાક્ટરે ખેતરો અને રેલ્વે સાઈટ વચ્ચે કાચો પાળો બાંધી આડશ બનાવી આપવાનુ કહ્યું હતું. પરંતુ હજુ સુધી આડશ નહી બનાવતા આ સમસ્યા સર્જાઈ છે.

ખેડુતો દ્વારા કલ્પતરૂ નામની ગાંધીનગર સ્થિત આ પ્રોજેક્ટ કંપનીને પણ લેખીતમાં અરજી આપેલ છે. જેમાં સ્થાનિક ખેડુતો દ્વારા માપ માંગવામાં આવ્યુ છે, અને  કંપની દ્વારા સુરક્ષીત વાડ બનાવી આપવાની બાહેંધરીને પણ યાદ કરવામાં આવી છે, તથા ખેડુતોને જે નુકશાન થયુ છે તેના વળતરની પણ માંગ કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: