ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી ના બાયડ થી અમદાવાદ જતા રોડ પર રોજ ખાનગી બસ વાડા અને શટલિયા વાડા જીવ ના જોખમે મુસાફરી કરાવતા નજરે પડે છે.

ગતિશીલ ગુજરાતમાં મોત ની સવારી થી અસંખ્ય નિર્દોષ લોકો મોત ના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં રાજ્ય સરકાર અને જવાબદાર તંત્રની આંખો ખુલતી નથી અરવલ્લી જીલ્લામાં કાયદાની ઐસી તૈસી કરી ખાનગી ટ્રાવેલ્સ વાળા અને જીપો સહીત શટલીયા વાળાઓ તેમના વાહનોમાં ખીચો ખીચ મુસાફરોને ભરી રૂપિયા કમાવાની લાહ્ય માં જીલ્લાના માર્ગો પર થી ખુલ્લે આમ પસાર થઈ રહ્યા છે અને બેફામપણે ભાડામાં પણ લૂંટ ચલાવી મુસાફરોને લૂંટી રહ્યા છે.

ખાનગી વાહનો સામે ટ્રાફિક ડ્રાઈવના નામે કામચલાઉ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરતુ જીલ્લા આરટીઓ તંત્ર અને જીલ્લા ટ્રાફિક તંત્ર ખાનગી બસો સામે કાર્યવાહી કરવામાં લાચાર જણાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો પર થી પસાર થતી ખાનગી બસો અને જીપ કે રીક્ષા ઓ ખીચો ખીચ મુસાફરો ભરવાની સાથે ટ્રાફિકના નિયમોને ઘોળી ને પી જઈ બસ ના છાપરા ઉપર પણ મુસાફરો બેસાડી બિન્દાસ્ત બસો અને શટલિયા વાડા મુસાફરોને મોતની મુસાફરી કરાવતા ખાનગી વાહન ચાલકો સામે જીલ્લા આરટીઓ અને ટ્રાફિક તંત્ર કાર્યવાહી કરે તેવું મુસાફરો ઈચ્છી રહ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી