ત્રણ પરિવારના ઘર સહિત ઘરવખરીનો સમાન બળીને ખાખ, પરિવારો બન્યા નિરાધાર
થરાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચતા મોટી હોનારત ટળી
થરાદ તાલુકાના ટરુવા ગામે અંગત અદાવતને લઇને એક જુથ દ્વારા દલિકોની વસ્તી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક દંબગો દ્વારા અનુસૂચિત જાતિના ઘરો પર હુમલો કરી ત્રણ જેટલા ઘરોને આગ ચંપી કરી હતી. તથા બે ઘરોમાં તોડફોડ કરી સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને ઈજા થવા પામી છે. બીજી તરફ સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી પહોંચતા મોટી જાનહાની અને મોટી હોનારત ટળી હતી. એક દિવસ પહેલા થરાદ તાલુકાના ટેરુવા ગામે કેટલાક ઇસમો દ્વારા ધોકા લાકડી તેમજ તિક્ષ્ણ હથિયારો સાથે દલિત પરિવારોના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. અને કેટલાક લોકો સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. જેમાં એક યુવક સહિત બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે એ તમામને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવે હતા. તો બીજી તરફ યુવકની હાલત ગંભીર છે.
આ પણ વાંચો – કડીના લુણાવાડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરતા દલિતોને જાતીસુચક ગાળો બોલી કામ કરતા અટકાવ્યા

સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી પહોંચતાં તમામ દંબગો નાસી છૂટ્યા અત્યારે તો સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થરાદ પોલીસનો કાફલો વહેલી સવારે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી વિવિધ સેવા સંગઠનના કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગ સાથે સરકાર સમક્ષ આક્ષેપ પણ કરાયા હતા.
આ મામલો પ્રેમ વિવાહ અંગેનુ જાણવા મળી રહ્યુ છે. જેમાં દલિત સમાજનો યુવક થોડા દિવસ પહેલા ઠાકોર સમાજની યુવતી સાથે પ્રેમ વિવાહ કર્યા હોવાથી. છોકરીના પક્ષના લોકોએ અદાવત રાખી આ સમગ્ર કાવતરા સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પીડીતોના પરીવારના લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તથા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થવા પામે છે. ત્યારે પરિસ્થિતિ વધુ પડતી ન વણસે તે માટે સમગ્ર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને ઘટનાસ્થળ પર પણ પોલીસની છાવણીમાં ફેરવાયુ. અત્યારે તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આરોપી ક્યારેય હાથમાં આવે છે અને આ હુમલા નું સાચું કારણ શું છે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
જુથ અથડામણની ખોટી અફવાહ
ચર્ચાઓમાં આ ઘટનાને જુથઅથડામણનુ નામ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ આ ઘટનામાં માત્ર તરફી હુમલો,મારપીટ અને મકાનોને આગચંપી થઈ હોવાનુ સામે આવ્યુ છે, છતા પણ આ ઘટનાને જુથઅથડામણનુ નામ આપવામાં આવી રહ્યુ છે. જેથી કરી મામલાને કમજોર કરી શકાય. હજુ સુધી બીજા પક્ષ દ્વારા કેટલી આગચંપી કે મારપીટ કરવામા આવી છે એની વિગતની જાણકારી હજુ સુધી મળેલ નથી.