ટેક્નોલોજીનો જેટલો વ્યાપ વધી રહ્યો છે તેની સામે સાઈબર ક્રાઈમ અને તેમાં છેતરપિંડીઓની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં વધુ એક સાઈબર ક્રાઈમનો કીસ્સો સામે આવ્યો છે.

મિત્રા અમીતાવા સન/ઓફ અરૂણોદય રાશબિહારી  રહે.એ-૫૦૨ અવઘ એન્કલેવ થલતેજ હેબતપુર રોડ અમદાવાદ એક પ્રાઈવેટ વ્યાપાર કરે છે. તેમના બેંક ICICI બેંક એકાઉન્ટ નંબર-026301534819 માં NEFT થી કુલ રકમ-7,85,000/- રૂપીયા આરોપી અજીતસિંગ તથા રમેશ વર્મા નામના ઇસમોએ ભેગા મળી એકબીજાની મદદગારીથી પૂર્વ આયોજીત કાવતરૂ રચી, મીત્રા રાશબિહારીના જીઓ કંપનીના મોબાઇલ નં-7874682796 ની સર્વીસ નવા સીમ નંબર-89918710100014797928  ઉપર ચાલુ કરી તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો: સ્પોર્ટસ : પાટણની નીરમા ઠાકોર 34 માં ઈન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ નંબરે આવતા કોગ્રેંસ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી

મીત્રા રાશબિહારી નુ બેન્ક એકાઉન્ટબેંક ઓફ બરોડા આશ્રમ રોડ અમદાવાદ શાખાના એકાઉન્ટ નંબર-057113011405 થી ચાલે છે.તેમા બન્ને આરોપીએ રૂ. 7,85,000/- ICICI બેંક એકાઉન્ટ નંબર-026301534819 માં તેમની જાણ બહાર ઓનલાઈન ફ્રોડ કરી ટ્રાન્જેક્શન કરી દીધા હતા તેની ફરિયાદ નંદાસણ પોલીસને મળતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો  420, 120-B,114 તથા આઇ.ટી.એકટ  66Cસી,66D મુજબ ગુન્હો દાખલ કર્યો છે. 

 

Contribute Your Support by Sharing this News: