દક્ષીણ ભારતના ત્રીચુનાપલ્લી મે 7 નવેમ્બર 1888 ના રોજ સીવી રમનનો જન્મ થયો હતો. સારા શૈક્ષણીક વાતાવરણમાં ભણેલા સીવી રમન(ચંંદ્રશેખર વેંકટ રમન) અનુસંધાન ના ક્ષેત્રમાં કેટલાય કીર્તીમાન સ્થાપીત કર્યા હતા. ભારતમાં વિજ્ઞાનને નવિ ઉંચાઈઓ પ્રદાન કરાવવામાં એમનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. આજે તેમની મરણતીથી હોવાથી લોકો તેમને યાદ કરી રહ્યા છે.
પ્રેસીડેન્સી કોલેજ મદ્વાસ થી ભૌતીક વિજ્ઞાનમાં સ્નાતકની ડીગ્રી લેનારા સીવી રમનને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. ભારત સરકારે પણ તેમની ઉલ્લેખનીય યોગદાન માટે ભારત રત્નની તેમને નવાજ્યા છે. એની સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અપાતો પ્રતીષ્ઠીત લેનીન શાંતી પુરસ્કારથી પણ એમને સન્માનીત કરાયા છે. એમની રૂચી ગણીતમાં જબરદસ્ત હતી. એમની પ્રથમ નોકરી કોલકાતામાં ભારત સરકારના વિત્ત મંત્રાલયમાં સહાયક મહાલેખાકાર તરીકેની રહી હતી.
સીવી રમને 1917 માં સરકારી નોકરીમાંથી રીઝાઈન આપી દીધુ હતુ અને કલકત્તા યુની.માં ભૌતીકશાશ્ત્રના પ્રોફેસર બની ગયા હતા. આ દરમ્યાન એમને આઈ.ઈ.સી.એસ. માં પોતાનુ અનુસંધાન ચાલુ રાખ્યુ. વર્ષ 1929 માં ભારતીય વિજ્ઞાન કોન્ગ્રેસ ના 16 માં સત્રમાં અધ્યક્ષતા કરી હતી. તેમને વર્ષ 1930 મા પ્રકાશ ના પ્રકીર્ણન અને રમન ઈફેક્ટ ની શોધ બદલ ભૌૈતીકશાસ્ત્રમાં પ્રતીષ્ઠીત નોબેલ પુરસ્કાર મળ્યો હતો. રમન ઈફેક્ટ ઉપર સ્પેક્ટ્રોસ્કોપી આધારીત છે. તેમના આ સીધ્ધાતનો ઉપયોગ કરી વિશ્વના અનેક વિજ્ઞાનીકોએ નવા સિધ્ધાંતો પ્રતીપાદન કરેલા છે.
સીવી રમન 1934 મે બેંગલોર સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થાન ના નિર્દેશક બન્યા. તેમને હિરાની સંરચના અને ગુણો ઉપર કામ કર્યુ હતુ. તેઓ 1948 માં આઈ.આઈ.એસ થી સેવા નિવૃત થયા અને તેના બાદ તેમને રમન રીસર્ચ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરી.
ભૌતીક વિજ્ઞાનમાં સર સીવી રમન દ્વારા રમન ઈફેક્ટની શોધના ઉપલક્ષ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમા મનાવવામાં આવે છે. તેમને પહેલી વાર તબલા અને મુદગમના હાર્મોનીક ની પ્રકૃતીની જાણકારી મળી હતી.
સીવી રમનને 1929 માં નાઈટહુડ,વર્ષ 1954 માં ભારત રત્ન અને 1957 માં લેનીન શાંતી પુરષ્કારથી સન્માનીત કરાયા હતા.
21 નવેમ્બર 1970 ના રોજ બેંગલોરમાં સીવી રમન વિજ્ઞાનને આગળ ધપાવતા ધપાવતા તેમનુ નીધન થયુ હતુ.