ગરવી તાકાત
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ એક મોટુ જળાશય ધરાવે છે. જ્યારે ઉપર વાસમા વરસાદ સારા પ્રમાણમાં થતાં બાલારામ અને વિશ્વેશ્વર નદી બન્ને કાંઠે ચાલુ છે, જેથી ડેમમા પાણીની સારી આવક નોંધાઇ હતી. જ્યારે ચોમાસાની એકાદ મહિના જેટલા દિવસો બાકી છે ત્યારે દાંતીવાડા ડેમમા છેલ્લા બે દિવસથી પાણીની સપાટી  561.85 ફૂટ નોધવામાં આવી હતી. ત્યારે દાંતીવાડા ડેમમા  6255  કયુસેક પાણીની આવક  નોંધાઇ હતી જ્યારે ભય જનક સપાટી 604 ફૂટ છે. સીપુ ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો થયો છે. જ્યારે બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેમાં દાંતીવાડા ડેમના પાણીના સ્ત્રોત જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ  કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે અને માસ્ક ન પહેરનાર સામે 1000 દંડ વસુલવાની સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે દાંતીવાડા તાલુકાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં વરસાદી માહોલમાં પાણીની આવકમાં સતત વધારો થવાથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કરતાં લોકો નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો – વરસાદ: મહેસાણા સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વિજળી પડતા ત્રણ ભેંસના મોત, બે છત ક્ષતીગ્રસ્ત

જ્યારે જોવાનું રહ્યું કે દાંતીવાડા ડેમના જવાબદાર અધિકૃત અધિકારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી ઝઝૂમી રહી છે. ત્યારે  દાંતીવાડા ડેમમાં પાણીના સ્ત્રોતમાં વધારો થવાથી લોકોનાં ટોળા એકઠા થઈ રહ્યા છે. ત્યારે દાંતીવાડા ડેમના અધિકૃત અધિકારીઓ દ્વારા કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આવનાર સમયમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થશે તો જવાબદારી કોની? હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા દાંતીવાડા ડેમ પર અવર જવર કરતા લોકોના ટોળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે.
Contribute Your Support by Sharing this News: