ઊંઝા તાલુકાના કરલી ગામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જનમેદની ઉમટી 

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજપૂત મનુજી, રાજપૂત પૃથ્વીસિંહ, કરણીસેના ઉપાધ્યક્ષ રાજપૂત રાજેન્દ્રસિંહ સહિતના કાર્યકર્તાઓએ આયોજન કરાયું હતું

યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, યુવા ક્ષત્રિય સેના ગુજરાત અભિજીતસિંહ બારડ તેમજ ક્ષત્રિય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ગરવી તાકાત, ઊંઝા તા. 28 – ઊંઝાના કરલી ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. રાજકોટના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો. જેની અંદર પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. ગુજરાતની અંદર અને બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. તાલુકા જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યા હતા. તમામ તાલુકા અને જિલ્લાઓમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય રહ્યા છે. જેમાં  મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી મુકામે અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું.

આ ક્ષત્રિય મહાસંમેલનમાં મહેસાણા જિલ્લા સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જે ક્ષત્રિય સમાજની ગુજરાત સંકલન સમિતિ છે તેના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. યુવરાજસિંહ જાડેજા યુવા નેતા ઉપસ્થિત રહ્યા હતા. યુવા ક્ષત્રિય સેના ગુજરાત અભિજીતસિંહ બારડ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના મહાનુભાવો ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર જે હાલમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે. જેની અંદર અહિંસા પૂર્વક આંદોલનો થઈ રહ્યા છે. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને ટિકિટ રદ કરવા માટે ભાજપના નેતાઓને અપીલ કરી હતી. ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો હતો.

લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી ભાજપ સરકારને ઘર ભેગી કરવા માટે ક્ષત્રિય સમાજ જેમાં બીજા અન્ય સમાજો પણ આ બાબતને લઈને સમર્થન આપ્યું છે. ઊંઝાના કરલી ખાતે જે અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. એમાં આયોજનના ભાગરૂપે કરલી ગામના રાજપૂત મનુજી, રાજપૂત પૃથ્વીસિંહ, કરણીસેના ઉપાધ્યક્ષ રાજપૂત રાજેન્દ્રસિંહ સહિતના કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું.

આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મહેસાણા જિલ્લા સહિત અલગ અલગ ગામડાઓમાથી આશરે પાંચ હજાર કરતા પણ વધારે જનમેદની ઉમટી હતી. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા આહવાન કર્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટો ઉપર ભાજપ વિરુદ્ધ મતદાન કરી ક્ષત્રિય સમાજનો પરચો બતાવી અને ભાજપને ઘર ભેગી કરવા અપીલ કરાઈ હતી.

વધુમાં યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પુરષોતમ રૂપાલા વિવાદિત નિવેદન બાદ આખા ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકસભાની 26 બેઠકો ઉપર જે ભાજપના પુરુષોતમ રૂપાલા જેવા ચૂંટણી લડી રહ્યા છે. એમને ઘરભેગા કરવાના છે અને ક્ષત્રિય સમાજમાં આવતા તમામ સમાજો બુથ લેવલના કામે લાગી જાવ અને આ વખતે ભાજપનુ પતન કરવા કમર કસી લેવા જણાવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.