બેન્કોની ખસ્તા હાલ ભારતને 2021 માં સૌથી વધુ દેવાદાર ધરાવતો દેશ બનાવશે: મુડી’ઝ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, મુબંઈ

બેન્કિંગ વ્યવસ્થાની ખસ્તાહાલ ભારતની મંદ આર્થિક સ્થિતિને લાંબો સમય સુધી ચાલુ રાખશે એવુ મુડી’ઝ ના રિપોર્ટમાં જણાવાયુ છે.

મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે કે,2021 માં ભારત સૌથી વધુ દેવાદાર ધરાવતો દેશ રહેશે. કોરોનાની મહામારીને કારણે વિકાસ પર પ્રતિકૂળ અસર તથા રાજકોષિય ગણિતો ખોરવાઈ જતા આગામી કેટલાક વર્ષોમાં મોટાભાગના ઊભરતા દેશોના દેવાદારોમાં વધારો જોવા મળશે. દેશની નબળી બેન્કિંગ વ્યવસ્થા તેના અર્થતંત્ર સામે મોટો પડકાર છે. 

સરકારી દેવામાં 2021 સુધીમાં 2019 ના સ્તરેથી જીડીપીના સરેરાશ 10 ટકા વધારો થવાની ધારણાં હોવાનું  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વ્યાજની ઊંચી ચૂકવણી તથા રાજકોષિય ઘાટામાં વધારાને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો – એલ.પી.જી. ટ્રાન્સપોર્ટરો પુર્વોત્તર ભારતમાં અનિશ્ચિતકાળની હડતાલ ઉપર

મોટા ઊભરતા બજારોમાં ભારત, દક્ષિણ આફ્રિકા તથા બ્રાઝિલના દેવાદારો 2021 સુધીમાં સૌથી વધુ જોવા મળશે. ઊભરતા દેશોમાંના કેટલાક દેશોની આર્થિક સ્થિતિનો આધાર ચીજ વસ્તુઓ, ટૂરિઝમ તથા એવા ક્ષેત્રો પર નિર્ભર કરે છે જેની માંગમાં હાલમાં ભંયકર ઘટાડો નોંધાયો છે.

ભારતની વાત કરીએ તો બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓની ખેંચમાં વધારો થયો છે જેને કારણે તેની આકસ્મિક જવાબદારીઓમાં વધારો થયો છે, એમ મુડી’ઝ ના રિપોર્ટમાં જણાવાયું છે.નોન – પરફોર્મિંગ એસેટસની સમશ્યાને ઉકેલવા નક્કર પગલા હાથ ધરાયા નથી માટે ભારતની બેન્કિંગ વ્યવસ્થા નબળી એસેટ કવોલિટી તથા  લોન લોસ કવરેજનો સામનો કરી રહી છે. ખાસ કરીને સરકારી બેન્કોમાં આ સમશ્યા વધુ જોવા મળી રહી છે. દેશની કુલ બેન્કિંગ એસેટસમાં ૭૦ ટકા સરકારી બેન્કોનો હિસ્સો છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.