અમદાવાદમા AK47 ના પાર્ટ્સ બિનકાયદેસર રીતે બનાવતા ક્રાઇમબ્રાંચે 1 આરોપીને દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓ હાલ મેડિકલ હબ બની રહ્યા છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતા હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતા જતા રહે છે. તેવામાં વિદેશથી પિતાની સારવાર માટે આવેલા વ્યક્તિએ AK 47 ઓટોમેટિક મશીનગનના પાર્ટા બનાવતતો હોવાની માહિતી મળતા ક્રાઇમબ્રાંચે તેને ઝડપી લીધો હતો. જેનો કેટલોગ અને ફોટો પણ ક્રાઇમ બ્રાંચે મળ્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં તો આ વ્યક્તિ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમબ્રાંચના અનુસાર યમનનો નાગરિક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાના ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર મેળવીને તેના પિતા પરત જતા રહ્યા હતા જો કે તે વ્યક્તિ GIDC માં AK 47 અને તેનાથી પણ હાઇરેન્જ રાયફલ બનાવવાનું કામ કરતો હતો. રૂપિયા કમાવવા માટે તેણે આ ખતરનાક પ્લાન ઘડ્યો હતો. આ પાર્ટ્સ તે પોતાનાં ખાસ મિત્ર મુનિર મોહમ્મદ કાસીમના કહેવાથી જ 17 નવેમ્બરથી જ ભારતમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમબ્રાંચની ટીમે 10 ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે આવેલી એક હોટલ સ્કાય ઇન ટુ ના રૂમ નંબર 211 માં રાયફળના અલગ અલગ પાર્ટ્સ બનાવવાના અલગ અલગ કેટલોગ મળ્યા હતા. આરોપી પાસે રાયફલના પાર્ટ્સ પોતાની પાસે રાખવાનું ત થા અન્ય કોઇ બાબતનો પરવાનો નહોતો. જે મુદ્દે ક્રાઇમબ્રાંચે હાલ સમગ્ર કાવત્રાનો પર્દાફાશ કર્યો છે.

જો કે આ મુદ્દે હજી પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે તેવી આશંકાને પગલે ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત આ પાર્ટ્સ ક્યાં એક્સપોર્ટ કરવામાં આવતા હતા વગેરે જેવા મુદ્દે તપાસ આદરી છે. આ ઉપરાંત જ્યાં આ પાર્ટ્સ બનતા હતા તે બનાવવા માટેની ડાઇ પણ જપ્ત કરી છે. હાલ તો યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં આ પાર્ટ્સનો ઉપયોગ થતો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.