ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે જ રાજકોટના ધોરાજીમાં ભાજપ વિરુધ્ધ પોસ્ટર્સ લાગ્યા છે. ભાજપ તારા રાજમાં પ્રજા છે પરેશાન, ભાજપના વિકાસમાં પડ્યા ખાડા વગેરે સૂત્રો લખાયેલા છે.

આ પણ વાંચો: મહેસાણા: નગરપાલીકાના સભ્ય દ્વારા પોલીસ અધિક્ષકના નામે ચાલતી જમીન નગરપાલીકાને સોંપવાની માંગ

રાજ્યમાં ઘણા એવા રોડ એવા છે જે ગયા વર્ષે જ બન્યા હતા પરંતુ આ વરસાદના સીજનમાં એક જ વરસાદથી રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે, તો આવી પરીસ્થિતી સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. રસ્તા ધોવાઈ જતા જનતાને બારે માસ હાડમારી વેઠવી પડે છે. જનતા પરેશાન હોવા છતા સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી.

આ પણ વાંચો: બનાસ ડેરી: દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

ચોમાસામા વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાઓ માટે રોડ બનાવતી કંપનીઓ સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. રોડ ગેરંટી પીરીયડમાં હોવા છતા કેમ કંપનીઓ પાસે નવો રોડ બનાવાતો નથી અને તેમને રોડ તુટવા બદલ દંડીત કેમ કરાતા નથી એવા સવાલ કરાયા છે.  આ પ્રકારે ધોરાજી નગરપાલિકાના સત્તાધીશ વિરુધ્ધ બેનર્સ લગાવીને જનતાની રોજ-બરોજની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરાયો હતો.