ગરવીતાકાત,અરવલ્લી: માં ને સૌથી વહાલું તેનું બચ્ચું હોય છે. કોઈપણ માં પછી ચાહે માનવ હોય કે પ્રાણી કે પક્ષી તેના જીવના જોખમે પણ તેના બચ્ચાનું રક્ષણ કરતી હોય છે. કહેવાય છે માં તે માં બીજા વગડાના વા, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત અમુક કિસ્સાઓમાં ખોટી સાબિત થઇ રહી છે.મોડાસા પંચજ્યોત સોસાયટીમાં ગાય વાછરડાને જન્મ આપ્યા બાદ સ્થળ પર વાછરડાને તરછોડીને જતી રહેતા સોસાયટીના રહીશોએ ગાયના માલીકનો સંપર્ક કર્યો. માલીક પણ કલાકોના સમય વીતવા છતાં વાછરડાને લેવા ન આવતા રહીશોએ વાછરડાનું રક્ષણ કરવાની સાથે તાજા જન્મેલા વાછરડાને નાના બાળકની જેમ બોટલથી દૂધ પીવડાવી એક માંની ગરજ સારી છે.સોસાયટીના નિમાં બેન ઉપાધ્યાય તથા અન્ય રહીશોએ વાછરડું જન્મતાની સાથે જ વાછરડાને નવડાવી ધોવાડાવી સફાઈ કરી એક સાચી જીવદયાની ભૂમિકાથી માનવતા ફરી મહેકી ઉઠી છે અને સોસાયટીના રહીશોએ માતૃધર્મ નિભાવી ગાય અને ગાયના માલિકની નિષ્ઠુરતા સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: