— એક આરોપી પૂજારી દારૂના જથ્થાને સંતાડવાના રૂ. 10000 લેતા હતા :
ગરવી તાકાત મહેસાણા : કડીના દેવુસણા જવાનારસ્તે મહાકાલેશ્વર મહાદેવના મંદીરની બાજુમાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરીને મહેસાણા એલ.સી.બી પોલીસે રૂ. 1454520ના દારૂ સહિત કુલ રૂ. 1990570ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને પકડ્યા હતા.આ મામલે જેલમાં બંધ ત્રણ આરોપીની રેગ્યુલર જામીન અરજ મહેસાણા કોર્ટમાં ડિસ્ટ્રીક્ટ જજ પી.જી. ગોકાણી દ્વારા ફગાવાઇ હતી.
ગત 6 માર્ચે દારૂ સહિત રૂ. 1990570ના મુદ્દામાલ સાથે પોલીસની રેઇડ દરમ્યાન પાંચ શખ્સો તરૂણ હિરાલાલ રાવલ રહે. રામેશ્વરપાર્ક કડી, મોનજ દશરથભાઇ રાવલ રહે. ભવપુરા કડી, ગોસ્વામી જેણાપુરી સાહેરપુરી રહે. લક્ષ્મીપુરા કડી, રાજેશ સુંદરલાલ રાવલ રહે. ગામધની તા.પાલી અને જીતુજી જયંતીજી ઠાકોર રહે. સઇજ તા. કલોલ એમ 5 શખ્સો પકડાયા હતા અને બીજા 5 આરોપી નાસતા ફરતા છે.
મહેસાણા એલ.સી.બીના એએસઆઇ નરેન્દ્રસિ઼હ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. આરોપીઓ પૈકી જેણાપૂરી સાહેરપુરી ગોસ્વામી, રાજેશ સુંદરલાલ રાવલ અને યશ આનંદજી લક્ષ્મીચંદજી રાવલએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ દલીલો કરી કે, મંદિર જેવી પવિત્ર જગ્યાની બાજુમાં ઘાસની આડમાં દારૂ સંતાડી સ્વીફ્ટ ગાડીમાં ટ્રાન્સફર કરતા હતા તે દરમ્યાન આ આરોપીઓ રંગે હાથે પકડાયઇ ગયા છે.
જેણાપુરી ગોસ્વામી પૂજારી છે અને દારૂના જથ્થાને સંતાડવાના રૂ. 10000 લેતા હતા. આવા આરોપીઓને જામીન આપવાથી ફરીથી આવા પ્રકારનો ગુન્હો કરશે. દારૂની માત્રા જોતા આવા આરોપીને રેગ્યુલર જામીન આપી શકાય નહી તેવી દલીલ કરતાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ જજપી.જી. ગોકાણીએ તમામ આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા હતા.