ગરવી તાકાત, ન્યુ દિલ્લી
મારા ટ્વીટ ન્યાય પાલીકાને ઈજા પહોંચાડવા માટે ન હતા કરાયા , પણ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં અત્યારના સમયમાં જે ફેરફાર આવ્યા છે એ મને લાગ્યુ એ ટ્વીટમા લખ્યુ: પ્રશાંત ભુષણ
જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠે જજમેન્ટ આપતા જણાવ્યુ છે કે, પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ ભરવા નિર્દેશ અપાયો છે. જો પ્રશાંત ભુષણ આ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેમને પરિણામ સ્વરૂપે ત્રણ માસની જેલની સજાને કરાશે અને ત્રણ વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2018 માં ચાર ન્યાયાધીશો રંજન ગોગોઈ,મદન બી લોકુર,ચીલમેશ્વર અને કુરીયન જોષેફે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સુપ્રીમ કોર્ટની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમની સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ના કરવામાં આવી આમ પ્રશાંત ભુષણ અને તેના વકીલ સતત આ સવાલો ઉભા કરી રહ્યા હતા. રંજન ગોગોઈ તો ત્યાર બાદ ચીફ જસ્ટીફ ઓફ ઈન્ડીયા પણ બન્યા હતા.
આ સુનાવણીની ખંડપીઠે જણાવ્યું હતું કે, “આ કિસ્સામાં પણ અમે તેમને માફી માંગવાની માત્ર તક જ આપી નથી, પરંતુ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પોતાની ભુલ વ્યક્ત કરવા માટે તેમને સમજાવ્યા હતા.” પ્રસાંત ભુષણે તેની અવગણના કરી અને તેમના નિવેદનો મોટા પાયે પ્રસારિત કર્યા અને મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા જેનાથી કોર્ટનું ગૌરવ વધુ ઘટ્યું.
આ પણ વાંચો – પ્રશાંત ભુષણ અવમાનના કેસ: ના કોઈ માફી માંગીસ કે ના કોઈ ઉદારતાની માંગ કરીશ
તમને જણાવી દઈએ કે જુલાઇના અંતિમ સપ્તાહમાં જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે જૂનમાં ભૂષણ દ્વારા કરવામાં આવેલ ટ્વિટન ઉપર સ્વ સંજ્ઞાન લઈ ધ્યાન લીધું હતું અને તેના બે ટ્વીટ્સમાં, જેમાંથી એક તેમણે દેશના મુખ્ય ન્યાયાધીશ પર ટિપ્પણી કરી હતી.તેના બદલ તેમને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટિસ બજાવવામાં આવી હતી.
લોકો સોશીયલ મીડીયામાં ચર્ચા કરી રહ્યા છે આ મામલો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો નથી પણ વ્યક્તિગત મામલો છે.
આ મામલાના સોંગદનામાં માં પ્રશાંત ભુષણે જણાવ્યુ હતુ કે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાને સુપ્રીમ કોર્ટ માની બેસવુ અને સુપ્રીમ કોર્ટ ને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા માની બેસવુ એ ભારતની સર્વોચ્ય અદાલતની સંસ્થાને કમજોર કરવા સમાન છે. જ્યાર બાદ 14 ઓગસ્ટે પીઠે પ્રશાંત ભુષણને દોષી ઠેરવ્યા હતા, અને 20 ઓગસ્ટે તેમને સજા આપવા માટે કોર્ટમાં ચર્ચા પણ થઈ હતી. ત્યાર બાદ 25 ઓગસ્ટે કોર્ટે જજમેન્ટ સુરક્ષીત કરી દીધુ હતુ.
આ સુનવણી દરમ્યાન કોર્ટે પ્રશાંત ભુષણને કહ્યુ હતુ કે જો તમે માફી માંગી લો તો અમે તમને સજામાંથી માફી મળે એવુ વીચારી શકીયે છીયે પંરતુ પ્રશાંત ભુષણે સાફ શબ્દોમાં જણાવી દીધુ હતુ કે, હુ માફી નથી માંગવાનો કે કોઈ દયાની માંગ કરીશ, તમે મને સમય આપી કોર્ટનો સમય બરબાદ ન કરશો.