મહેસાણાની વિશ્વ વિખ્યાત દુધ સાગર ડેરીનો સાગરદાણ મામલો ખુબ ચર્ચામાં રહ્યો છે. જેમાં ડેરીના પુ્ર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ પણ કરવામાં આવી હતી. સીઆઈડીએ ડેરીની ચુંટણી સમયે જ તેમની ધરપકડ કરી લીધી હતી. જેમાં તેમની વિરૂધ્ધ આરોપ હતો કે, ડેરી તરફથી સાગરદાણ મોકલવામાં આવ્યુ હતુ તેના માટે કોઈપણ મંજૂરી લેવામાં આવી ન હતી. જેના પગલે ડેરીને 22 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં આજની કોર્ટની કાર્યવાહીમાં ફરિયાદીની જુબાની લેવાઈ હતી.
તમને જણાવી દઈયે કે, આ કૌભાંડમાં 17 ઓગસ્ટ, 2018 ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા અને 30 દિવસમાં ડેરીને રૂપીયા પરત આપવા આદેશ અપાયો હતો. આ સાથે તેમની વિરૂધ્ધ ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ પણ મુકાયો હતો. દુધ સાગર ડેરીના 7 વર્ષ જુના કેસમાં સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટર વિજય બારોટની નિમણુંક બાદ કેસ કાર્યવાહી ઝડપી બની છે. કાર્યવાહીમાં 60 કરતા વધુ સાક્ષીઓ છે. જે 22 કરોડના કૌભાંડની પૃષ્ઠી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી વિરૂધ્ધ દેશના તત્કાલીન કૃષિ મંત્રી શરદ પવારને ખુશ કરવા સાગર દાણ મોકલ્યાનો આરોપ પણ છે. આ કેસમાં આજે ફરિયાદની કોર્ટમાં જુબાની લેવાઈ હતી. 7 વર્ષ જુના કેસમાં પબ્લીક પ્રોસીક્યુટર વીજય બારોટની નિમણુક થતાં કેસમાં ચાર્જ ફ્રેમ બાદ કાર્યવાહી ઝડપી બની છે.