(નૈમીશ ત્રીવેદી)
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં નરમાઈનો માહોલઃ સીપીઓમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 332 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 552 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20 થી 26 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન 19,40,425 સોદાઓમાં કુલ રૂ.1,43,883.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 332 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 552 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 8,52,985 સોદાઓમાં કુલ રૂ.45,145.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,250ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,731 અને નીચામાં રૂ.46,934 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.68 વધી રૂ.47,237ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.83 ઘટી રૂ.37,822 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.4,698ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,199ના ભાવે ખૂલી, રૂ.44 વધી રૂ.47,163ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,185 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,690 અને નીચામાં રૂ.61,227 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.590 વધી રૂ.62,723 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.240 વધી રૂ.62,686 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.144 વધી રૂ.62,588 બંધ થયો હતો.
આ પણ વાંચો – સોનાના વાયદાના ભાવમાં 806 અને ચાંદીમાં273 રૂપીયાની વૃદ્ધિ – ક્રૂડ તેલ લપસ્યું
બિનલોહ ધાતુઓમાં 1,57,324 સોદાઓમાં રૂ.28,493.75 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.70 વધી રૂ.213.45 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.20 વધી રૂ.249ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.25.50 વધી રૂ.709.90 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.24.8 વધી રૂ.1,423.30 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.177ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં 6,10,368 સોદાઓમાં કુલ રૂ.43,165.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,766ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,072 અને નીચામાં રૂ.4,634 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.322 વધી રૂ.5,044 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.20 વધી રૂ.310.70 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 18,172 સોદાઓમાં રૂ.2,577.62 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,467ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1468 અને નીચામાં રૂ.1419 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.33.50 ઘટી રૂ.1,427 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,250ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,395 અને નીચામાં રૂ.17,901 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.53 ઘટી રૂ.18,290ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,169ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1201.80 અને નીચામાં રૂ.1150.90 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.29.90 વધી રૂ.1201 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.90 ઘટી રૂ.920.30 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.430 વધી રૂ.26,520 બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,57,728 સોદાઓમાં રૂ.18,891.12 કરોડનાં 39,915.812 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,95,257 સોદાઓમાં કુલ રૂ.26,254.83 કરોડનાં 4,160.529 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.1,921.53 કરોડનાં 92,555 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,501.07 કરોડનાં 1,01,400 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.14,923.22 કરોડનાં 2,10,7600 ટન, નિકલના વાયદાઓમાં રૂ.8,240.16 કરોડનાં 57,784.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.907.77 કરોડનાં 50,805 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,81,454 સોદાઓમાં રૂ.15,257.16 કરોડનાં 3,11,54,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,28,914 સોદાઓમાં રૂ.27,908.42 કરોડનાં 94,54,66,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 41 સોદાઓમાં રૂ.1.22 કરોડનાં 168 ટન અને કોટનના વાયદાઓમાં 3,468 સોદાઓમાં રૂ.338.50 કરોડનાં 130600 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,448 સોદાઓમાં રૂ.92.65 કરોડનાં 1001.52 ટન, રબરના વાયદાઓમાં 162 સોદાઓમાં રૂ.3.27 કરોડનાં 181 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 12,053 સોદાઓમાં રૂ.2,141.98 કરોડનાં 1,84,080 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,095.473 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 589.602 ટન, એલ્યુમિનિયમમાં 10,115 ટન, જસત વાયદામાં 6,300 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,942.500 ટન, નિકલ વાયદામાં 2,611.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,605 ટન, ક્રૂડ તેલમાં 5,12,300 બેરલ અને નેચરલ ગેસમાં 3,51,86,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 52800 ગાંસડી, મેન્થા તેલમાં 487.08 ટન, રબરમાં 150 ટન, સીપીઓમાં 68,440 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 17,181 સોદાઓમાં રૂ.1,414.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,916 સોદાઓમાં રૂ.793.03 કરોડનાં 11,172 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 7,265 સોદાઓમાં રૂ.621.11 કરોડનાં 8,020 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,765 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 658 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,159ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,390 અને નીચામાં 14,058ના સ્તરને સ્પર્શી, 332 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 7 પોઈન્ટ વધી 14,166ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,225ના સ્તરે ખૂલી, 552 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 381 પોઈન્ટ વધી 15,529ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 2,84,395 સોદાઓમાં રૂ.23,086.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,597.46 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,763.08 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.18,716.68 કરોડનાં કામકાજ થયાં હતાં.
(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)