કોટનમાં 26,225 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.390નો ઉછાળો

શેર કરવા અહીં ક્લિક કરો.

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલ, રબર, સીપીઓમાં વૃદ્ધિઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 87 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 301 પોઈન્ટની મૂવમેન્ટ

(નૈમિષ ત્રિવેદી) મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,902 સોદાઓમાં કુલ રૂ.12,240.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 76 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 301 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 57,958 સોદાઓમાં કુલ રૂ.3,363.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,350 અને નીચામાં રૂ.47,169 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44 વધી રૂ.47,257ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.38,003 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.4,707ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,200ના ભાવે ખૂલી, રૂ.46 વધી રૂ.47,152ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,235 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,636 અને નીચામાં રૂ.63,193 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 વધી રૂ.63,328 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.102 વધી રૂ.63,562 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.98 વધી રૂ.63,541 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 19,852 સોદાઓમાં રૂ.3,855.15 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.85 વધી રૂ.257.10 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.7.40 ઘટી રૂ.315ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.05 વધી રૂ.803.40 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.22. વધી રૂ.1,572.90 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.90 વધી રૂ.194ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 37,292 સોદાઓમાં કુલ રૂ.3,214.37 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,255ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,317 અને નીચામાં રૂ.6,251 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.127 વધી રૂ.6,296 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.20 ઘટી રૂ.401.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,329 સોદાઓમાં રૂ.278.96 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,726.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1726.50 અને નીચામાં રૂ.1726.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.1,726.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,200 અને નીચામાં રૂ.16,850 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.96 વધી રૂ.17,051ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,101.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1108.90 અને નીચામાં રૂ.1094.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.70 વધી રૂ.1103.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 વધી રૂ.931.60 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.390 વધી રૂ.30,920 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,777 સોદાઓમાં રૂ.1,732.52 કરોડનાં 3,666.911 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 45,181 સોદાઓમાં કુલ રૂ.1,631.41 કરોડનાં 256.660 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.456.50 કરોડનાં 17,745 ટન, જસતના વાયદાઓમાં રૂ.601.77 કરોડનાં 18,865 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,750.66 કરોડનાં 21,7550 ટન, નિકલના વાયદાઓમાં રૂ.829.37 કરોડનાં 5,2950 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.216.85 કરોડનાં 11,215 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,812 સોદાઓમાં રૂ.883.27 કરોડનાં 14,11,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 28,480 સોદાઓમાં રૂ.2,331.10 કરોડનાં 5,86,66,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 853 સોદાઓમાં રૂ.80.97 કરોડનાં 26225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 257 સોદાઓમાં રૂ.9.72 કરોડનાં 104.04 ટન, રબરના વાયદાઓમાં 65 સોદાઓમાં રૂ.1.21 કરોડનાં 71 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,153 સોદાઓમાં રૂ.187.03 કરોડનાં 17,010 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,626.927 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 616.972 ટન, એલ્યુમિનિયમમાં 15,855 ટન, જસત વાયદામાં 10,745 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,057.500 ટન, નિકલ વાયદામાં 3,3150 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,480 ટન, ક્રૂડ તેલમાં 7,50,500 બેરલ અને નેચરલ ગેસમાં 95,70,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 131825 ગાંસડી, મેન્થા તેલમાં 445.32 ટન, રબરમાં 53 ટન, સીપીઓમાં 72,950 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,420 સોદાઓમાં રૂ.220.35 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 876 સોદાઓમાં રૂ.67.11 કરોડનાં 948 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,233 સોદાઓમાં રૂ.126.82 કરોડનાં 1,383 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 311 સોદામાં રૂ.26.42 કરોડનાં 326 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,915 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,422 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 178 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,199ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,199 અને નીચામાં 14,123ના સ્તરને સ્પર્શી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ વધી 14,147ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 18,429ના સ્તરે ખૂલી, 301 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 40 પોઈન્ટ વધી 18,289ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સના નવેબર વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ રહી 75 પોઈન્ટની વૃદ્ધિ સાથે 6,509ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 14,051 સોદાઓમાં રૂ.1,308.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.224.62 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.42.97 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,040.14 કરોડનાં કામકાજ થયાં હતાં.

(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.