ગરવી તાકાત, મહેસાણા તા. 10 – ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ,તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. 10 ફેબ્રુઆરીનાં મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની 2375 મણ આવક થઈ હતી. નીચો ભાવ 1001 અને ઊંચો ભાવ 1479 પ્રતિ મણ નોંધાયો હતો. 2375 મણ કપાસ ની આવક થવા પામી છે. ભાવમાં પણ આજે 30 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ પાકમાં નુકસાની જોવા મળી હતી. છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસથી કપાસની આવકમાં નોંધાયો છે અને 2375 મણની આવક નોંધાઇ છે અને તેના ભાવમાં ગયા અઠવાડિયા કરતા 30 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની 292 બોરીની આવક થઈ હતી. જેનો ખેડૂતોને 1097 રૂપિયાથી લઈને 1143 રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં 70 નો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે એરંડાની આવકમાં ઘટાડો નોંધાયો છે.આ ઉપરાત રાયડાની 90 બોરીની આવક નોંધાઇ હતી. જેના ભાવ 721 પ્રતિ મણ અને ઊંચા ભાવ 960 પ્રતિ મણ નોધાયો હતો.
ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. માર્કેટ યાર્ડમાં કપાસની 2375 મણની આવક નોંધાઇ હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કપાસનાં ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. કપાસનાં ભાવમાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.