દાંતાના જગતાપુરમાં દસ કરોડના ખર્ચે બનેલ મોડલ સ્કૂલના બાંધકામમાં ભ્રસ્ટચારની રાવ

શેર કરવા અહીં ક્લિક કરો.

રૂપાણી સરકારની ગ્રાન્ટોને સગેવગે કરતા ભસ્ટ અધિકારીઓ અને કોન્ટેક્ટરો

આશરે દસ કરોડના ખર્ચ બનાવેલી  દાંતા તાલુકાના જગતાપુમા મોડલ સ્કૂલની પ્રોડક્શન દિવાલો ચોમાસામાં ધરાશાયી થઈ હતી. બાદમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા રેતી નાખીને થીગડા મારી મોતની દિવાલ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. પાછુ વર્ષમા ચોમાસું આવશે એટલે  ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર બહાર આવશે અને દિવાલ પડશે તો કોઈની જાન હાનિક થશે તો જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ? એવા આરોપો સ્કુલના વિધાર્થીઓના વાલી લગાવી રહ્યા છે.

આ પણ વાંચો – 15 કરોડના ખર્ચે બનેલી ગઢ મહુડીની શાળાનુ બાંધકામ વિવાદોમા, કોન્ટ્રાક્ટર ઉપર ભ્રષ્ટાચારના આરોપ

મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામા આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે રેતીનુ પુરાણ કરી મોતની દિવાલનુ કામ થીગાડા મારવામા આવ્યા. શું આ કામના તપાસ કરી અધિકારીઓ એક્શન લેશે ખરા કે મસ્ત મોટી મલાઈ લેશે એવા સવાલો સ્થાનીકો દ્વારા લગા રહ્યા છે.  હજી સ્કૂલ શરૂ પણ નથી થઈ અને પ્રોડક્શન દિવાલ પહેલાં વરસાદમા ધોવાઈ જતા ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે  થિંગડા મારવાનું ચાલુ કરવામાં આવ્યુ હતુ. સ્કૂલમાં કોઇ મોટી ઘટના બનશે તો જવાબદાર  કોણ રહેશે તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. નાના બાળકો સાથે ખેલતાં ભ્રષ્ટ અધિકારીઓને કોન્ટાકટરો સરકાર દ્વારા આશરે 10 કરોડ ના ખર્ચે બનાવવામાં આવે મોડલ સ્કૂલ સ્કુલની કામગીરીમા ભ્રસ્ટાચાર સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડમા મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની ચર્ચા થઈ રહી છે. સ્કુલના બાંધકામની તપાસ શરૂ કરી પગલાં ભરવાની માંગ ઉઠી છે. જો નવીન શાળા શરૂ થશે તો બાળકો માટે મોત ની લટકતી તલવાર બની શકે છે. સમગ્ર મામલે વિજિલન્સની તપાસ કરવામાં આવે સ્કુલ ના બાંધકામમા તળિયા થી લઈને બીમ અને દીવાલોના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે મીડીયા રોપોર્ટ પણ પ્રકાશીત થયેલ છે છતા પણ કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી વિરૂ્ધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.