ગરવીતાકાત,મહેસાણા.(તારીખ:૦૨)

કોન્ટ્રાક્ટરનો આક્ષેપ કોન્ટ્રાકટર બ્લેકલિસ્ટ છે,ખોટા સોગંધનામાની ફરિયાદ કરી છે: સીઓ…..

મહેસાણા નગરપાલિકામાં ગટરના ટેન્ડરમાં એજન્સીને સાચવવા બીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરી ગોટાળા કરવાના આક્ષેપ સાથે કોન્ટ્રાકટરે કરેલી ફરિયાદોના મામલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે આધાર પુરાવા અને સ્પષ્ટ અભિપ્રાય સાથેનો અહેવાલ મોકલી આપવા મ્યુનિસિપાલીટીસ એડમિનિસ્ટ્રેશન કમિશ્નરને આદેશ કરતાં પાલિકામાં હલચલ મચી છે.

નગરપાલિકામાં ગટરના પ્રથમ ટેન્ડરમાં સુરતની કંપનીએ રૂ.1.78 કરોડ ભાવ ભર્યો હતો, જેના કરતાં ઓછા રૂ.99 લાખ ભરનારી કંપની હતી. ચીફ ઓફિસરે નિશ્ચિત પાર્ટીને કામ આપવા માટે બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સહિતના આક્ષેપો સાથે પાટણની ઓમ કન્સ્ટ્રકશન કંપનીના કોન્ટ્રાકટર મયુર પટેલે મુખ્યમંત્રીથી લઇ કમિશ્નર સુધી લેખિત રજૂઆત કરી હતી. જે અનુસંધાને શહેરી વિકાસ વિભાગના સેક્શન અધિકારી યોગીના જે. પટેલે આ આદેશ કર્યો છે.

Contribute Your Support by Sharing this News: