ગરવી તાકાત, તા. 25 માર્ચ 2020, બુધવાર

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 21,000 ને પાર થયો છે. જ્યારે 4,68,523 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજાર પાંચસો ને પાર થયો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે. દુનિયાનાં 50થી વધુ દેશોનાં 170 કરોડ લોકો કોરોનાવાયરસનાં કારણે ઘરમાં કેદ થવા મજબૂર થયા છે.

ભારતમાં 17ના મોત
દેશમાં મોતનો આંક 17એ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. ભારત એ ઇટલી અને અમેરિકાની સ્પીડે આગળ વધી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કની સ્થિતિ જોઈએ તો માર્ચ 5નાં રોજ માત્ર 11 કેસ હતા. માર્ચ 10નાં રોજ 176 કેસ હતા. માર્ચ 15નાં રોજ 729 કેસ અને માર્ચ 25નાં રોજ આ કેસનો આંક 30,811એ પહોંચ્યો છે. અમેરિકામાં તો આ આંક 50 હજારને પાર કરી ગયો છે.

ઇટાલી પછી સૌથી વધુ મોત સ્પેનમાં
કોરોનાની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ચીન મૃત્યુઆંકની બાબતમાં ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે. સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે અને પછીના ક્રમે સ્પેનમાં મૃત્યુ નોંધાયા છે. 25મી તારીખ સુધીમાં સ્પેનમાં 47 હજારથી વધારે કેસ અને 3400થી વધારે મોત નોંધાયા હતા. ઈટાલીમાં મૃત્યુ સંખ્યા 7500થી વધારે અને કેસની સંખ્યા 75 હજાર નજીક પહોંચી છે.

વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ

દેશ મોત કેસ
ઈટાલી 7503 73386
સ્પેન 3647 49515
ચીન 3287 81285
ઈરાન 2077 27017
ફ્રાન્સ 1331 25233
અમેરિકા 1027 68203
બ્રિટન 465 9529
નેધરલેન્ડ 365 6412
જર્મની 206 37323
બેલ્જિયમ 178 4937
સ્વિત્ઝરલેન્ડ 153 10897
દ. કોરિયા 126 9137
સ્વિડન 62 2526
બ્રાઝીલ 59 2554
તુર્કી 59 2433
ઈન્ડોનેશિયા 58 790
જાપાન 45 1307
પોર્ટુગલ 43 2995
ફિલિપાઈન્સ 38 636
કેનેડા 36 3409
ડેનમાર્ક 34 1724
ઓસ્ટ્રિયા 31 5588
ઈરાક 29 346
ભારત 17 657
પાકિસ્તાન 8 1063
બાંગ્લાદેશ 5