લુણાવાડા માં આવેલ રાધાસ્વામી એજ્યુકેશન સંસ્થા દ્રાર વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ વિકિટ પરિસ્થિતિમાં પણ પોતાની નિષ્ઠાપૂર્વક અને અડગ,નિર્ભયતા પૂર્વક પોતા ના ઘર થી દુર રહીને પોતા ના સ્વાસ્થય ની પરવા કર્યા વિના સમાજ ના સ્વાસ્થય ની ચિંતા માટે માનવજાત ના આરોગ્ય કલ્યાણ માટેનું આપનું કાર્ય અને કર્તવ્ય વંદનીય છે , આપની નૈતિક કર્તવ્ય સેવા નિષ્ઠાથી સમાજ સુરક્ષિત છે. આપ જે ઉમદા રાષ્ટ્ર સેવા કરી રહ્યા છો તેનો એમને ગર્વ છે, આપની આ સેવા માટે રાધાસ્વામી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ લુણાવાડા ચેરમેન શ્રી પ્રહલાદ સિંહ ગોહિલ દ્રારા વિશિષ્ટ સન્માન પત્રા અર્પણ કરી અભિનદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમ ના ઇમરજન્સી ૧૦૮ મહીસાગર જિલ્લા ના ઇ.એમ.ઇ ભૂપેન્દ્ર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાધાસ્વામી એજ્યુકેશન સંસ્થા ના વડા ગોહિલ પ્રહલાદ સિંહ તેમજ સ્ટાફ મિત્રો નું મહીસાગર જિલ્લા ઇમરજન્સી૧૦૮ ના પરિવાર તેમજ ટીઆરબી જવાનોના તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: