ગરવી તાકાત,મહેસાણા
ગુજરાત ગૌરવ દિન ગુજરાત કોરોના વોરિયર્સ સ્પર્ધાના રાજ્યકક્ષાના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ ૦4 સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ બપોરે ૧.૦૦ થી ૨.૦૦ના સમયમાં આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જિલ્લાના વિજેતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં પ્રેક્ષાભારતી, કોબા, ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાવાનો છે.
આ પણ વાંચો – સ્પોર્ટસ : પાટણની નીરમા ઠાકોર 34 માં ઈન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ નંબરે આવતા કોગ્રેંસ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી
ગુજરાત ગૌરવ દિન ગુજરાત કોરોના વોરિયર્સ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતામાં મહેસાણા જિલ્લામાંથી વિધાર્થીઓની પસંદગી થઇ છે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માધ્યમિક વિભાગ- કાવ્ય સ્પર્ધામાં પટેલ ખંત. જે, જવાહર નવોદય વિદ્યાલય, વડનગર, જિ. મહેસાણા, પ્રાથમિક વિભાગ -કાવ્ય લેખન સ્પર્ધામાં મોદી દર્શિલ એ., કાંસા પ્રાથમિક શાળા નં-૧ જિ. મહેસાણા તેમજ પ્રાથમિક વિભાગ- નિબંધ લેખન સ્પર્ધામાં મેમણ ફાતિમા આઇ., વાવ અનુપમ શ્રેષ્ઠ શાળા, સતલાસણા, જિ.મહેસાણાના વિધાર્થીઓની પસંદગી કરાઇ છે. રાજ્ય કક્ષાના સત્તરે આ ત્રણેય વિદ્યાર્થીઓ કોરોના વોરિયર્સ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા રહ્યા છે. જેઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમમાં સન્માન કરવામાં આવશે