મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકારના સુસાશના પાંચ વર્ષ પુર્ણ થતાં આજે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને આરોગ્ય સુખાકારી દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં આરોગ્યની સુખાકારી સુવિધા મળી રહી છે. કોરોના જેવી મહામારીમાં નાગરિકોને ત્વરીત અને સંતોષકારક આરોગ્યની સેવાઓ મળી છે. સરકાર,નાગરિકો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી આપણે બીજી લહેરને કાબુ કરી શક્યા છીએ ત્યારે સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુ્ર્ણ કરાઇ છે.
મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 121 કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ 121 કોરોના વોરીયર્સમાં સ્પેશ્યાલીટી ડોકટરો સહિત,વર્ગ 04 ના કર્મયોગી, ખાનગી ડોકટરો, એન.જી.ઓ સહિતના પ્રતિનિધિઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સીવાય જિલ્લામાં 100 ટકા રસીકરણથી સુરક્ષિત થયેલ 40 ગામોના સરંપચોને મહાનુંભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ દ્વારા ઉંઝા અને કડી ખાતે નિર્માણ પામેલ 250 એલ.પી.એમની કેપીસીટી ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વેઋષિકેશભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ, અગ્રણી જશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન સર્વેઓ આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઇ ચૌધરી, કારોબારી સમિતિના ચેરમેન હરીભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, રાજુભાઇ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ અધિકારીઓ, પદાધિકારીઓ, કોરોના વોરીર્યસ હાજર રહ્યા હતા.