રિસર્ચ મુજબ ભારત હાલ ડેન્જર ઝોનમાં, તેના કારણે ફરી લૉકડાઉન લાગુ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લાગુ લૉકડાઉન (Lockdown)માં હવે અનેક દેશો છૂટ આપી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં પણ 1 જૂનથી લૉકડાઉનના પાંચમા ચરણની વચ્ચે અનલૉકિંગ ની પ્રક્રિયા શરૂ કરી દીધી. બીજી તરફ એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારત તે 15 દેશો પૈકી એક છે જ્યાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે જેનાથી સંક્રમણના નવા કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે ફરી લૉકડાઉન લાગુ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ દાવો નોમુરા રિસર્ચ ફર્મે પોતાના એનાલિસિસમાં કર્યો છે.

રિસર્ચમાં લોકોની અવર-જવર અને કેસ વધવાનો આધાર બનાવવામાં આવ્યો છે જેના કારણે નવા કેસ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારા વિજ્યૂઅલ ટૂલે જે પરિણામ આપ્યા છે તે મુજબ 17 દેશ એવા છે જ્યાં અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવાની પ્રક્રિયા સાચા રસ્તે એટલે કે ઓન ટ્રેક છે અને ત્યાં કોરોનાના બીજા ચરણ એટલે કે સેકન્ડ વેવને કોઈ સંકેત નથી જોવા મળતા. રિપોર્ટ અનુસાર 13 દેશોમાં કોરોના ફરી પરત ફરવાની આશંકા લાગી રહી છે અને 15 દેશ એવા છે, જયાં સેકન્ડ વેવ આવવાની પૂરી આશંકા છે.