કોરોના અપડેટ : દેશભરમાં 30 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા

September 20, 2021

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉતાર ચડાવ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 295 લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,256 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 33,478,419 પર પહોંચી છે. ગઈ કાલે 30,773 નવા દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 3,18,181 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 43,938 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,27,15,105 થઈ છે.

આ પણ વાંચો – દેશમાં દરરોજ 80 મર્ડર અને 77 બળાત્કારના કેસ નોંધાય છે : NCRB

સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 295 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુની સંખ્યા 4,45,133 થઈ છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજાેશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 80,85,68,144 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37,78,296 ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે. નવા જે 30,256 કેસ નોંધાયા છે તેમાંથી કેરળમાં 19,653 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 152 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0