કોરોનાના નવા કેસમાં વળી પાછો વધારો નોંધાયો છે. આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 13.6 ટકા વધારે છે. એક દિવસમાં 277 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,727 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,37,66,707 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 2,75,224 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,246 લોકો રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,30,43,144 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97,86% થયો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 277 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,48,339 પર પહોંચી ગયો છે. દેશમાં વીકલી પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.76 ટકા છે જે છેલ્લા 32 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે.
આ પણ વાંચો – મધ્યપ્રદેશના ભિંડમાં બસ અને ડમ્પર વચ્ચેના એક્સિડેન્ટમાં 7 લોકોના મોત !
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 89,02,08,007 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 64,40,451 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં 57,04,77,338 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15,20,899 ટેસ્ટ ગઈ કાલે કરાયા છે.