કોરોના અપડેટ : દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 26,964 કેસ નોંધાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના વાયરસના દૈનિક કેસ ઉલટાવી રહ્યા છે, પરંતુ સક્રિય દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 26,964 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 383 લોકોના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના 14 નવા કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં અમદાવાદમાં કોઇ કોરોના કેસ નોંધાયો નથી. સુરતમાં 04, વડોદરા અને રાજકોટમાં 3-3 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો – સ્પેનમાં ખતરનાખ જ્વાળામુખી ફાટી નીકળ્યો, 10 હજારથી વધુ પરિવારોને શિફ્ટ કરાયા !

રાજ્યમાં કુલ 10,082 લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 8,15,536 દર્દી કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 133 છે. આ વચ્ચે રાહતની વાત છે કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 34,167 દર્દીઓ સાજા થયા છે. જે બાદ દેશમાં એક્ટિવ કેસની સખ્યા ઘટીને 3,01,989 થઇ છે. છેલ્લા 186 દિવસ દરમિયાન કોરોના વાયરસના એક્ટિવ કેસમાં આ સૌથી મોટો ઘટાડો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 97.77 ટકા નોંધાયો છે.

આ વચ્ચે રાહતની વાત છે કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 34,167 દર્દીઓ સાજા થયા છે. જે બાદ દેશમાં એક્ટિવ કેસની સખ્યા ઘટીને 3,01,989 થઇ છે. છેલ્લા 186 દિવસ દરમિયાન કોરોના વાયરસના એક્ટિવ કેસમાં આ સૌથી મોટો ઘટાડો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 97.77 ટકા નોંધાયો છે. દેશમાં કુલ રસીકરણની સંખ્યા 82.57 કરોડને પાર થઇ છે. મંગળવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં કોરોના રસીના 68,26,132 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં કોવિડ રસીકરણ અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ડેટા મુજબ અત્યાર સુધીમાં રસીના 82,65,15,754 (પ્રથમ અને બીજા) ડોઝ આપવામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.