સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે.

બુધવારે સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જોવા મળી રહ્નો છે. બપોરના ૧૨ વાગ્યા સુધી સુરત શહેરમાં ૧૦૦ અને જીલ્લામાં ૩૦ મળી કુલ ૧૩૦ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૧,૦૦૨ કેસો નોધાયા છે.

જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. બપોરે લગભગ ત્રણ વ્યકિતના નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે મૃત્યુઆંક ૪૮૬ પર પહોચ્યો છે. સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે.

સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે છો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ, હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે.

આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. સોમવારે બપોર સુધી સુરત શહેરમાં નવા ૧૦૦ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૯,૦૫૦ દર્દી નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૩૦ કેસો નોધાયા છે. આ સાથે જીલ્લામાં ૧,૯૫૨ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૧,૦૦૨ કેસો થયા છે.
બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્ના છે. અત્યાર સુધી ૭,૦૭૬ લોકો સાજા થઇને ઘરે પહોચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્ના છે.

બુધવારે બપોર સુધી ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૪૮૬ પર પહોચ્યો છે. જેમાં નવા નોધાયેલા કેસોમાં કતારગામ, વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો, નર્સ, રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે.

Contribute Your Support by Sharing this News: