મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર જતી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ વધીને 1,01,141 થઇ ગયા છે.

દેશમાં કોરોના વાયરસ (coronavirus)થી સંક્રમિત લોકોનો આંકડો ત્રણ લાખને પાર જતો રહ્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી શુક્રવારે રાત્રે 10:15 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં સંક્રમણના કુલ કેસ વધીને 3,00,519 સુધી પહોંચી ગયા છે જ્યારે મૃતકોની સંખ્યા 8,872 થઇ ગઇ છે. સાથે જ તેમાં 1.52 લાખ દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર જતી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ વધીને 1,01,141 થઇ ગયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 3493 નવા કેસ સામે આવ્યા. એકલા મુંબઇમાં 1372 નવા કેસ રિપોર્ટ તહ્યા. શુક્રવારે 1778 દર્દી સાજા થયા છે. આ પ્રકારે અત્યાર સુધી 47,793 લોકો આ મહામારીથી સાજા થયા છે. દેશમાં મહામારી ફેલાયા બાદથી શુક્રવારે પહેલીવાર એક દિવસમાં સંક્રમણના 10,000થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. કેન્દ્રએ શુક્રવારે રાજ્યોને કોવિડ-19ના ઉભરતા કેંદ્રો (વધુ કેસવાળા નવા સ્થળો) પર વિશેષ ધ્યાન આપવા અને કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે સખત પગલાં ભરવા માટે કહ્યું છે.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગૂ લોકડાઉનથી દેશમાં ધીરે-ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચા-વિચારણ કરશે. આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે. કોવિડ-19 વચ્ચે ‘અનલોક-1’ દરમિયાન સામાન્ય લોકો અને બિઝનેસમેનનોને ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે જેથી લોકડાઉનથી પ્રભાવિત આર્થિક ગતિવિધિઓને ગતિ મળી શકે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે 16 અને 17 જૂનના રોજ સંવાદ કરશે.
મંત્રાલયએ કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણના કેસ બમણા થવાનો સમય વધીને હવે 17.4 થઇ ગયો છે, જ્યારે થોડા અઠવાડિયા પહેલાં 15.4 દિવસ હતો. મંત્રાલયે કહ્યું કે લોકડાઉન લાગૂ કર્યું ત્યારે 25 માર્ચના રોજ કોવિડ-19 કેસ બમણા થવાનાનો સમય 3.4 દિવસનો હતો.