ભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો

શેર કરવા અહીં ક્લિક કરો.

સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરી કરાયેલા આંકડા મુજબ વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 1.6 ટકાના દરે વૃદ્ધિ પામી છે, પરંતુ જીડીપીમાં આ નાણાકીય વર્ષ દરમિયાન 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2021 દરમ્યાનનો વૃદ્ધિ દર અગાઉના ત્રિમાસિક ગાળાના ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ના કરતા સારો રહ્યો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2019-20માં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ત્રણ ટકાનો વધારો થયો છે.2020-21 દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ચાર ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. NSOએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરેલા તેમના અંદાજમાં જણાવ્યુ હતુ કે,  2020-21 દરમિયાન જીડીપીમા 7.7 ટકા ઘટાડો જોવા મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.