પાલનપુરમાં ૯, ડીસામાં ૬, ભાભર ૧, દાંતા ૧ અને વડગામના ડાલવાણામાં ૧ કેસ પોઝિટિવ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં રવિવારે કાતિલ કોરોનાએ કહેર વર્તાવતા વિસ્ફોટ થયો હતો. જ્યાં એક સાથે અડધો ડઝન કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુરમાં ૯, ડીસામાં ૬, ભાભર ૧, દાંતા ૧ અને વડગામના ડાલવાણામાં ૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં આંક ૧૯૦ પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં નવ વ્યકિતના મોત નિપજી ચૂક્યા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન- પ્રતિદિન ચિંતાજનક હદે વધી રહ્યું છે. જોકે બીજી બાજુ દર્દીઓ સ્વસ્થ થતાં એમને કોવિડ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં રવિવારે

કાતિલ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. જ્યાં એક સાથે ૧૮ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુરમાં ૯, ડીસામાં ૬, ભાભર ૧, દાંતા ૧ અને વડગામના ડાલવાણામાં ૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતાં તબીબના પત્નીને, તુલસી વિવાહ સોસાયટીમાં મહિલાને, તિરુપતિરાજ નગરમાં યુવક, મહાવીર સોસાયટીમાં યુવક, મોચીવાસમાં યુવક, મીરા ગેટ સોસાયટીમાં આધેડ, વૃંદાવન સોસાયટીમાં યુવક, તુલસીપાર્ક ગોબરી રોડ વિસ્તારમાં વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીસા સુખબાગ વિસ્તાર માં મહિલા, એક યુવક, જુનાડીસામાં મહિલા, માલગઢ ગામે યુવક, ડાયમન્ડ સોસાયટીમાં યુવક, જ્યારે ભાભરમાં ૧, દાંતા ૧ અને વડગામના ડાલવાણામાં ૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કોરોના વિસ્ફોટના કારણે કુલ આંક ૧૯૦ પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં નવ વ્યકિતના મોત નિપજી ચૂક્યા છે.

Contribute Your Support by Sharing this News: