ભારતમાં બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમ્યાન સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો તેની સામે 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો સાજા પણ થયા છે. એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.
આઈસીએમઆરના આંકડા પ્રમાણે દેશમા કુલ કેસો 2,42,72,907 છે. ત્યારે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 2,4,32,898 છે. એક્ટિવ કેસની વાત કરીયે તો દેશભરમાં કુલ 36,73,802 કેસો છે. છેલ્લા 24 કલાકમાં 3890 લોકોના મોત થતા કુલ મોતનો આંકડો 2,66,207 ઉપર પહોંચી ગયો છે.
અત્યાર સુધી દેશભરમાં 31,30,17,193 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જ્યારે 14 મે ના રોજ 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.