ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી જાેવા મળી રહી છે. રોજના આવનારા કેસમાં ઘટાડો જારી છે અને ગત 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા મામલા નોંધવામાં આવ્યા છે. ગત 45 દિવસોમાં પહેલી વાર છે જ્યારે કોરોનાની આટલા મામલા નોંધાયા છે. જાે કે મોતના આંકડા હજું પણ 3500ને પાર છે. એક દિવસમાં દેશમાં 3617 લોકોના જીવ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત 24 કલાકની અંદર કોરોનાના એક્ટિવ કેસોમાં 1,14,428 નો ઘટાડો નોંધાયો છે. હવે દેશમાં કોરોના વાયરસના 22,28,724 એક્ટિવ કેસ છે. ત્યારે દેશમાં કોરોનાના હાલ કુલ 3,22,512 દર્દીએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ સમયમાં કોરોનાના 2,84,601 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં 2,51,78,000થી વધારે કોરોનાના દર્દી સાજા થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીનો દર 90.80 ટકા પર પહોંચી ગયો છે. ત્યારે અઠવાડિયાનો સંક્રમણ દર 9.84 ટકા પર છે. દૈનિક સંક્રમણ દર શુક્રવારે 8.36 ટકા રહ્યો. આ સતત ૫મો દિવસ છે કે જ્યારે દૈનિક સંક્રમણ દર 10 ટકાથી નીચે રહ્યો છે.રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીના આંકડા મુજબ દેશમાં 20.89 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 30,62,747 રસી લગાવવામાં આવી છે. ત્યારે કોરોનાના અત્યાર સુધીના કુલ 34.1 કરોડ સેમ્પલ ટેસ્ટ લેવાઈ ચુક્યા છે.