જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં ઓચ્છણ પેટા કેન્દ્ર ખાતે ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સંમેલન યોજાયું – નવાં ચુટાયેલા સરપંચનું સન્માન કરાયું

December 23, 2021

(મનિષ કંસારા ભરૂચ દ્વારા) : ભારત સરકારશ્રીનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામકશ્રી ઝયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ ગત છ માસમાં તાલીમ પૂર્ણ કરેલ તાલિમાર્થિઓને પ્રમાણપત્ર વિતરણ તથા રોજગારલક્ષી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની સાથે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ક્લીન વિલેજ ગ્રીન વિલેજ અંગે વિશેષ વ્યાખ્યાન રજુ કરાયુ હતુ. તેમજ ગામના તજજ્ઞ મીનાબેન પુરોહિત દ્વારા નવાં ચૂંટાયેલા સરપંચ રેણુકાબા ધર્મેન્દ્રસિંહ રણાનું સન્માન કરાયું. જે એસ એસના ફિલ્ડ અને લાઈવલી હુડ કોઓર્ડિનેટર શિતલબેન ભરૂચા દ્વારા સૌનું સ્વાગત કરી જે એસ એસની ભારત સરકારની ગાઇડ લાઇન્સ મુજબની તાલીમ અને વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.


આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નવા સરપંચ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય મિનાક્ષીબેન ચૌહાણ તથા નહેરૂ યુવા કેન્દ્રના  દિવ્યજીતસિંહ ઝાલા અને રોટરી ક્લબ ઓફ વાગરાનાં સમીરભાઈ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્ય શીતલબેન કે પટેલ, નહેરૂ યુવા કેન્દ્રના મોહમ્મદ ભોયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.


આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો દ્વારા તૈયાર થયેલું નમૂનાઓનું પ્રદર્શન કમ સેલનું પણ આયોજન કરાયું હતું, જેની આમંત્રિત મહેમાનો તથા મુલાકાતીઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરી હતી અને તજજ્ઞ મીનાબેન પુરોહિતને અભિનંદન પાઠવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છેકે આ તાલીમ પ્રાપ્ત કરનાર બહેનો પૈકી ચાર બહેનોએ પોતાની સ્વરોજગારી શરૂ કરી દીધી છે. 1. રાઠોડ વનીતાબેન વેચાણભાઈ 2. વસાવા ચંદ્રિકાબેન જયંતિભાઈ 3. પટેલ મુસ્કાન મુસાભાઈ 4.ભટી સોહાના હુશેનભાઈ એ પોતાના સ્વરોજગાર શરૂ કરી પરીવારને મદદરૂપ થઈ રહ્યાં છે.

આ તમામને જે એસ એસના નિયામ ઝયનુલ સૈયદે પોતાના શુભેચ્છા સંદેશમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને અન્ય બહેનોને પણ એમની પાસેથી પ્રેરણા મેળવી આત્મનિર્ભર થવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા આનુરોધ કર્યોં હતો.કાર્યક્રમ અંતે જે એસ એસના તજજ્ઞ ક્રિષ્નાબેન કઠોલીયાએ તમામ હાજર મહાનુભાવો, તાલિમાર્થિઓ તેમજ પ્રેસ મીડીયા કર્મીઓનો આભાર માન્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0