કડીના સીટીપાર્ક સોસાયટીમાં નગરપાલીકાના કર્મીઓ દ્વારા કચરો ઉઠાવવાના મામલે એક મહિલા સાથે ઉદ્ધતાઈભર્યા વર્તનનો બનાવ સામે આવ્યો છે. જેમા નગરપાલીકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કચરો ભેગો કરવાની કામગીરી દરમ્યાન જેમ તેમ કરી પોતાનુ કામ ઝડપી પુરુ કરવાની લ્હાયમાં રસ્તા વચ્ચે કચરો ફેલાવી જવાની બાબતે મહિલા સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કર્યુ હોવાથી ફરિયાદ નોંધાઈ છે.

કડી નગરપાલીકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં વાહન દ્વારા ડોરટુડોર કેમ્પેઈન કરી કચરો ભેગો કરવાની કામીગીરી થઈ રહી છે. જેમાં શહેરના સીટીપાર્ક સોસાયટીમાં રહેતા રેખાબેન તીવારીના ઘર આગળથી પણ તેઓ રોજ કચરો ઉઠાવવા માટે આવતા હોય છે. પરંતુ તેમના ઘરની આગળ બંપ હોવાથી નગરપાલીકાનુ વાહન અહિ રોજ પટકાય છે. જેથી વાહનમાંનો કચરો તેમના ઘર આગળ પડતો હોય છે. આ અંગેની ફરિયાદ રેખાબેન નગરપાલીકાના કર્મીઓને રોજ કરતા હતા. પંરતુ તેઓ તેને નજરઅંદાજ કરી તેમની વાતને માન્યા વગર રોજ બંપ કુદાડી ઘરની આગળ શહેરનો અન્ય કચરો ફેલાવી જતા રહેતા. આ બાબતે તેમને વાહન બાહર રાખવાનો આગ્રહ કર્યો હોવા છતા પણ નગરપાલીકાન કર્મચારીઓ એવુ ના કચરો તેમના ઘર આગળ પાડી તેનો નિકાલ કરવાનો પણ તસ્ટી નહોતા ઉઠાવતા.
આ અંગે તેમને રજુઆત કરતા તેમની સાથે નગરપાલીકાના કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી કચરો નહી ઉપડવાની વાત કરી હતી.

આ પણ વાંચો – બાઈક સવારને ટક્કર મારી આઈસરનો ડ્રાઈવર ફરાર, જીવન અને મોત વચ્ચે લડતો ઈજાગ્રસ્ત

આ અંગે રેખાબેન તીવારી નગરપાલીકાના ચીફ ઓફિસર તથા ચીફ ઈન્સપેક્ટર કલ્પેશ આચાર્ય સાથે તેમની સમષ્યા રજુ કરતા તેમને પણ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી ઓફિસમાંથી કાઢી મુકેલ હતા. ચીફ ઓફિસર સાથેની વાતચીતમાં તેમને સલાહ આપી હતી કે તમારે આ બાબતે એક્ઝસ્ટ કરવુ પડશે અમારા કર્મચારીઓ કચરાના નીકાલ અંગે કઈ નહી કરે. જેથી સોસાયટીના રહીશો નગરપાલીકાના વર્તનથી રોષે ભરાયેલા છે.  કેમ કે તેમના કર્મીઓ કચરો ભેગો કરવાની જગ્યાએ કચરો ફેલાવી જતા રહે છે. ફેલાવેલા કચરાને ઉઠાવવાનુ કહેવામાં આવે ત્યારે તેઓ એમ કરવાની પણ ના પાડી દેતા હોય છે.જેથી સોસાયટીના રેખાબેન તિવારીએ નગરપાલીકાના ચીફ ઓફિસર, નગરપાલીકાના ચીફ ઈન્સપેક્ટર,સફાઈ કોન્ટ્રાક્ટર, સફાઈ કર્મચારી બબાભાઈ તથા સોસાયટીના પ્રમુખ વિરૂધ્ધ ઉદ્ધતાઈભર્યા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.  જેથી કડી પોલીસ સ્ટેશને આ તમામ વિરૂધ્ધ જાણી જોઈ અપમાન,ધમકી આપ્યા બદલ 504,506(2) તથા 114 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: