કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નેતાઓ : અમે નહી સુધરીયે – વિસનગરના કાંસા ચાર રસ્તા પર ગટર લાઈનના ઢાંકણા તુટેલી હાલતમા, રજુઆતો છતા તંત્રનુ ઓરમાયુ વલણ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં હજુ પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો પણ નથી છતાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે. રસ્તાઓના કાચા લોટ જેવા કામ માટે કોન્ટ્રાક્ટરો, એન્જીનીયરો, અધિકારીઓ ખુબ પંકાયા છે. તેમ છતાં હજુ સુધી સુધરવાનુ નામ લેતા નથી. ઉપરથી સત્તાધારી પક્ષનુ સરક્ષંણ મળી રહેતુ હોવાથી તેઓ આ ગુનાને વારંવાર રીપીટ કરતા રહે છે. આવી જ હાલત મહેસાણાના વિસનગરમાં આવેલા ઉંઝા હાઈવેની છે. અહિયા GIDC ગટર લાઈનના ઢાંકણા કફોડી હાલતમાં હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે. આ મામલે અનેક રજુઆતો કરાઈ હોવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.

વિસનગરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના માર્ગ પર GIDC ગટર લાઈનના ઢાંકણા તુટેલી હાલતમાં પડ્યા છે. રસ્તા પર ઢાંકણા તુટેલી હાલતમાં પડ્યા હોવાથી અનેક નાના – મોટા અકસ્માતો પણ સર્જાયા છે. જેમાં લોકોને નાની -મોટી ઈજાઓ પણ થવા પામી છે. જેથી આ મામલે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતે તંત્રનુ ઓરમાયુ વલણ સામે આવ્યુ છે. રસ્તા પર તુટેલા ગટરના ઢાંકણાઓના કારણે મોટી જાનહાની થવાની પણ ભીંતી છે તેમ છતાં હજુ સુધી આ સમષ્યાનુ નિરાકરણ લાવવામાં આવ્યુ નથી.

એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ ધીરે ધીરે વિલુ્પ્ત થવાના કગાર પર છે આ પરિસ્થિતી વચ્ચે ધાર્મીક તહેવારો પણ નજીક આવી રહ્યા હોવાથી ઉજવણી માટે રસ્તાઓ, બજારોમાં લોકોની ચહલ – પહલ પણ વધી રહી છે. ત્યારે માર્કેટ તથા શહેરોને જોડતા રસ્તાઓ બીસ્માર હોવાથી લોકોને હાંલાકી તથા અકસ્માતોનો સામનો કરવાનો વારો આવ્યો છે. અહીના રસ્તા પર પહેલેથી જ હલકી ગુણવત્તાના ગટર લાઈનના ઢાંકણા નાખવામાં આવ્યા હોવાથી સમષ્યા ઉદભવી હોવાનુ સામે આવ્યુ છે.  જેથી આવા રસ્તાઓનુ તત્કાલ સમારકામ કરાવી જવાબદારો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહીની માંગ પણ ઉઠવા પામી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.