— અડધી રાત્રી ના 2:00 વાગે દૂધસાગર ના સિક્યુરિટી ગાર્ડ 7 બેગ દૂધ ના પાઉડર ની ચોરી પકડી પાડે
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા દૂધસાગર ડેરીના દૂધ ભરાઇની ટેન્કર ગાડીના કોન્ટ્રાક્ટમાં ટેન્કરમાં ડ્રાઇવર સાઇડ ડેરી પાવડરની બેગો ચોરીછુપી લઇ જવાતી હોવાનો ભેદ સિક્યુરીટી ટીમે ઉજાગર કર્યો હતો. ડેરીના સત્તાધિશો દ્વારા ટેન્કરનો કોન્ટ્રાક્ટ બ્લેકલીસ્ટ કરવા કાર્યવાહી કરાઇ છે.
દૂધસાગર ડેરીના એક કોન્ટ્રાક્ટરના ભત્રીજા ગાડીમાં તપાસ કરતાં કેટલીક પાવડર બેગો લઇ જતા હોવાનું સિક્યુરીટી ટીમના ધ્યાને આવ્યુ હતું.પાવડર બેગોની ચોરી થતી હોઇ ત્વરિત સત્તાધિશોનું ધ્યાન દોરતા કાર્યવાહી શરૂ કરાઇ છે.
બીજા દિવસે માત્ર નવ કલાક બાદ સવારે દૂધસાગર ડેરી ના ઓફીસ ના દરવાજા ખૂલતાં જ 11:00 વાગે આશરે 20,000 ની ચોરી માટે 600000 ( છ લાખ ) ની કોરી આંખે વસૂલાત કરી : ટેન્કર ને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યું
ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ કહ્યુ કે, શીતકેન્દ્રથી ડેરીએ દૂધ લઇને આવતા કે દિલ્હી દૂધ લઇને જવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરાહે ટેન્કરો રાખવામાં આવેલા છે.ટેન્કર દૂધ ખાલી કરીને કેબિનસાઇડમાં પાવડરની બેગો લઇ જતાનુ ધ્યાને આવેલ છે.આ ચલાવી લેવાય નહી.ટેન્કર(ગાડી)ને કોન્ટ્રાક્ટમાંથી બ્લેકલીસ્ટ કરી પગલા લેવાયા છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય મેહસાણા