રાજ્ય સરકારનો ફજેતો કરતા ભ્રસ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો
બનાસકાંઠા જીલ્લાના ગઢ મહુડીમાં ગુજરાત સરકાર દ્વારા આશરે પંદર કરોડના ખર્ચ બનાવવામાં આવેલ કન્યા સારક્ષતા નિવાસી શાળાનુ સમગ્ર બાંધકામમાં ફરી વિવાદોના ઘેરામાં આવ્યુ છે. આ નવિ બનાવેલ શાળાનુ બાંધકામ નબળુ કરેલ હોવાનુ જાણવાનુ મળતા અમારા રીપોર્ટર રૂબરૂ તપાસ કરવા ગયેલા ત્યારે કોન્ટ્રાક્ટરે તેમને શાળામાં અંદર પ્રવેશ ન આપતા એ વાતની પ્રૃષ્ટી કરી હતી કે, શાળાના બાંધકામમાં મોટો ગોટાળો થયો છે.
આ પણ વાંચો – જામનગરના ભાજપના જ કોર્પોરેટરે ઢોલ વગાડી પ્રશાસનના કાન ખોલવાનો પ્રયાસ કર્યો
ગઢ મહુડી ખાતે આદીવાસીઓની દિકરીઓ ભણી શીક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી સરકાર દ્રારા 15 કરોડ સ્કુલ તૈયાર કરવા ફાળવેલ હતા. પરંતુ સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ સ્કુલની ઈમારતમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરી નીયત ખર્ચ કરતા ઓછા રૂપીયામાં ઈમારત ઉભી કરી દેવાની ફરિયાદો સામે આવી રહી હતી. જેથી અમારા દ્વારા સ્કુલની તપાસ કરવા જતા સ્કુલના ગેટ ઉપર તાળા મારેલ હતા. જેથી અમોએ આ સ્કુલની ઈમારત બનાવનાર જય અંબે કન્ટ્રક્શન ના કોન્ટ્રાક્ટર રૂપેશભાઈને ફોન કરી અંદર જવાની પરમીશન માંગેલી હતી. પરંતુ તેઓએ જણાવેલ કે પહેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીની પરમીશન લઈ આવો ત્યાર બાદ જ તમને અંદર જવા મળશે. એમ કહી અમને સ્થાનીકોની ફરિયાદ મુજબ ઈમારતની તપાસ કરતા અટકાવેલ હતા.
આ પણ વાંચો – પરેશ ધાનાણીનુ ટ્વીટ વોર, પરંતુ અન્ય કોન્ગ્રેસી દુર કેમ ?
અગાઉ પણ પ્રીન્ટ અને ઈલોક્ટ્રોનીક મીડીયામાં આ સ્કુલની ઈમારતમાં ભ્રષ્ટ્રાચાર થયેલાની ચર્ચાઓ સામે આવી હતી. છતા પણ વિુઝીલેન્સ દ્વારા આ કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કોઈ તપાસ હાથ ધરેલ નહોતી. જેથી આ ઈમારતના બાંધકામમાં થયેલા ભ્રષ્ટ્રાચારના આરોપોને વધુ મજબુતી મળી રહી છે.
આ પણ વાંચો – જમીન માપણી: વાંધા અરજીના આંકડાઓની માયાજાળ ફેલાવી પ્રાઈવેટ એજન્સીઓને છાવરવાના પ્રયાસ
આમ માર્ગ અને મકાન દ્વારા કઈ મોટું રહસ્ય ગુંચવાતુ હોય તેવું લાગી રહ્યું છે. અધિકારી અને કોન્ટાકટર દ્વારા મોટો ભસ્ટાચાર છુપાવવા ની કોશિસ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખરેખર વિઝીલેન્સ દ્વારા સચોટ રીતે તપાસ થાય તો મોટા મોટા કૌભાંડો બહાર આવે તેવી સંભાવના છે. આદિવાસી વિસ્તારની દિકરીઓને શીક્ષણ પ્રાપ્ત કરાવા સરકારે 15 કરોડ જેટલી જંગી રકમ ફાળવેલ હતી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રા્ક્ટરની મીલીભગત ના કારણે મોટા પાયે ભ્રષ્ટ્રચાર થયેલ સ્થાનીકો દ્વાારા જાણવા મળેલ છે. આ બાબતે રાજ્ય સરકાર ઉંડી તપાસ કરાવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.