સતત વધારો…. અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપીયા નજીક, ભાવનગરમાં 101ને ક્રોસ

શેર કરવા અહીં ક્લિક કરો.

પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને લઈને મોટા ભાગના લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વળી પાછું આજે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને સામાન્ય જનતાને વધું તકલીફ વેઠવી પડશે. પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 39 પૈસાનો વધારો કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોચવા આવ્યો છે. 100 રૂપિયામાં માત્ર 25 પૈસા હવે બાકી રહ્યા છે. શહેરમાં હાલ પેટ્રોલનો ભાવ 99.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 98.53 રૂપિયા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 101.44 રૂપિયા પહોચી ગયો છે જ્યારે અહીયા ડિઝલનો ભાવ 100.2 રૂપિયા છે. આ સિવાય વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ 99.63 રૂપિયા પહોચી ગયો છે. સાથેજ ડીઝલનો ભાવ પણ અહીયા 98.41 રૂપિયાએ પહોચ્યો છે.

આ પણ વાંચો – સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ભાજપનો વિજય, પરંતુ પુર્વ મુખ્યમંત્રી રૂપાણીના ગઢમાં પડ્યુ ગાબડુ !

ઉલ્લેખનીય છે કે પેટ્રોલના વધતા ભાવને લઈને ગઈકાલે નાણામંત્રી ર્નિમલા સિતારમણે નિવેદન આપ્યું હતું કે વૈશ્વિક બજારમાં પેટ્રોલના ભાવ વધવાને કારણે આપણા દેશમાં પેટ્રોલના બાવ વધ્યા છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે પેટ્રોલના વધતા ભાવ સામે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે સાતે ભેગા મળીને કામ કરવું પડશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.