સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે બંધારણ દિવસ, મહેસાણા વહિવટીતંત્રએ પણ શપથ લીધા-

શેર કરવા અહીં ક્લિક કરો.

 સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1949 માં આજના 26 નવેમ્બરના દિવસે બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વર્ષ 1950 માં 26 મી જાન્યુઆરીથી બંધારણનો અમલ થતાં પ્રજાસત્તાક દેશ ભારતના નવા ઇતિહાસનો આરંભ થયો હતો.

મહેસાણા જિલ્લામાં આજે સવારે મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સાથે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓ જોડાઇ  સંવિધાન શપથ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં બંધારણ દિવસ નિમિત્તે કર્મચારીઓએ બંધારણના શપથ લીધા હતા.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.