બંધારણ દિવસ : જો છપ રહા હૈ વો વિજ્ઞાપન હૈ, જો છુપા રહે હૈ વો હી ખબર હૈ !

શેર કરવા અહીં ક્લિક કરો.

બંધારણ દિવસને ધ્યાનમાં રાખી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાના સાનીધ્યમાં  2 દિવસીય 80 મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરીષદ યોજાઈ રહી છે. એમાં લોકોના કલ્યાણ માટે દેશનુ સંચાલન કરતા લોકતંત્રના ત્રણ સ્તંભો ઉપર ચર્ચા થઈ રહી છે. પંરતુ કથીત ચોથા સ્તંભનો એમાં સમાવેશ નથી કરવામા આવ્યો. જે  વિચાર કરવા જેવી બાબત છે. ખાસ કરીને મેઈનસ્ટ્રીમ પ્રેસ (મીડીયા)ના કર્મીઓએ આ વિષયને ગંભીરતાથી લઈ મંથન કરવુ જોઈયે, કે કેમ તથાકથીત ચોથા સ્તંભ ઉપર ચર્ચા નથી કરવામાં આવી રહી. 

આ વિષયની પુષ્ઠભુમીમા જવામાં આવે તો ખરેખર રીતે લોકતંત્રમાં મુળ ત્રણ સ્તંભોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિધાયીકા,ન્યાયપાલીકા તથા કાર્યપાલીકા.  વિધાયીકા દ્વારા ચુંટાયેલા પ્રતીનીધીઓ નવા નીયમ,કાનુન બનાવે. કાર્યપાલીકામાં પટાવાળાથી સચીવ સુધીના કર્મચારીઓ નવા બનાવેલા નીયમ,કાનુન,બીલોનુ ઈમ્પ્લીમેન્ટ કરાવે અને ન્યાયપાલીકાનુ કામ બંધારણ મુજબ વિધાયીકા તથા કાર્યપાલીકા તેમનુ કામ સુચારૂ રૂપથી કરી રહી છે કે કેમ, એમાં સમન્વય જાળવી રાખવાનુ કામ કરે છે. આમાં ક્યાંય પ્રેસ (મીડીયા) દુર-દુર સુધી શબ્દ પણ સાંભળવા નહોતો મળતો. 

પરંતુ ઉપનિવેશકાળ(ઈમ્પીરીયાલીઝમ) દરમ્યાન પ્રેસના (મીડીયાના) એક તબકાએ ખુબ અસરકારક ભુમીકા અદા કરી હતી. જેમાં તેઓ બ્રીટીશ,ફ્રાન્સીસ તથા જર્મન ઉપનેવેશોના દેશોમાં તેમની દમનકારી નીતીઓ,જનતા વિરોધી કાનુનોની વિરૂધ્ધમાં મજબુતીથી ઉભા રહી સામાન્ય ગરીબ લોકોના હીત માટે લડ્યા હતા. પ્રથમ વિશ્વ યુધ્ધ બાદ અનેક દેશોને આઝાદી મીડીયાની સક્ષમ ભુમીકાના કારણે પણ મળી હતી. બ્રીટીશકાળમાં ભારતમાં પણ અનેક આંદોલન એવા હતા જેમાં પ્રેસ(મીડીયા) સામાન્ય  લોકોના આંદોલનને વાંચા આપવાનુ કામ કરતુ હતુ. જેના કારણે  જનતામાં જાગૃતી ફેલાઈ હતી અને લોકો તેમના હક અધિકારથી વાકીફ થયા હતા. આવી સક્ષમ ભુમીકા અદા કરી હોવાથી લગભગ 1950 ની આસપાસ વિશ્વના દેશોએ સ્વીકાર્યુ કે પ્રેસને પણ લોકતંત્રનો ચોથો હીસ્સો માનવો જોઈયે. 

ભારતમાં જે પ્રેસ(મીડીયા)ને સરકારોની દમનકારી નીતીઓની વિરૂધ્ધ લડવા માટે ચોથા સ્તંભ માટે આંશીક રીતે સ્વીકારાયુ હતુ એ મેઈનસ્ટ્રીમ મીડીયા તેનુ કામ નીષ્ઠાથી કરી રહ્યુ છે ખરૂ ? મીડીયાનુ કામ મુખ્યત્વે સરકારે બનાવેલી નીતીઓ,કાનુનનુ ઈમ્પ્લીમેન્ટ કેવી રીતે થઈ રહ્યુ છે, એની અસર સમાજ ઉપર નકારાત્મક થશે કે નહી એની જાણકારી જનતા સુધી ઈમાનદારીથી પહોચાડવાનુ છે. સરકાર ઉપર વોચડોગની ભુમીકા નીભાવવી, સરકારોને કડક સવાલો કરવા. મીડીયાનુ મુખ્ય કામ એ છે કે સરકારમાં બેસેલા લોકો બંધારીણ મુલ્યોનુ હનન તો નથી કરી રહ્યાને, જો સરકાર ક્યારેય પણ આવુ કદમ ઉઠાવે છે તો એને જનતા સુધી પહોચાડવુ.

ભારતીય પ્રેસ(મીડીયા) માં વળાંક

છેલ્લા કેટલાક સમયથી અનેક સામાજીક કાર્યકરો,આંદોલનકારીઓ,તથા વિપક્ષની પણ ફરિયાદો મળી રહી છે કે મેઈનસ્ટ્રીમ પ્રેસ(મીડીયા) તેની કામગીરી નીષ્ઠાથી  નથી નીભાવી રહી. તેઓ પક્ષ અને વિપક્ષમાં ભેદભાવભર્યુ  રીપોર્ટીગ કરે છે, સ્પેસ ઓછો મળે છે. જેને ધ્યાનથી જોવામાં આવે તો મેઈનસ્ટ્રીમ પ્રેસ(મીડીયા) એવુ કરી પણ રહી છે. ન્યુઝ ચેનલો ઉપર ડીબેટ હોય, કે પછી ન્યુઝ પેપરની ખબરો. અમને ચોક્કસ યાદ છે ત્યા સુધી અન્ના હજારેના આંદોલન પહેલા ન્યુઝ ચેનલોના પ્રાઈમ ટાઈમ અને બીજા દિવસે અખબારોની હેડલાઈન-વિષયો અલગ અલગ જોવા મળતા હતા. મોટા ભાગે રાત્રે ન્યુઝ ચેનલોમાં જનતાને ભુત,ફીલ્મ ઈન્ડસ્ટ્રી,સ્પોર્ટસની ખબરો જોવા મળતી અને બીજા દિવસે મોટા અખબારોમાં કોઈ બીજા જ વિષયોની હેડલાઈન મળતી. પરંતુ અન્ના હજારેના આંદોલન  બાદ ન્યુઝ ચેનલ તથા અખબારોની હેડલાઈનનુ એકીકરણ થવા લાગુ. ત્યાં સુધી પણ પ્રેસ (મીડીયા)નો એક વર્ગ સારૂ કામ કરી રહ્યો હતો. જેમાં મોટા મોટા સરકારી સ્કેમ બહાર લાવવાનુ હોય કે, જન આંદોલનને સહકાર આપી જનતા સુધી પહોચાડવાનુ કામ હોય. અન્ના હજારેના આંદોલનના સમયે પણ પ્રેસ (મીડીયા)નો એક વર્ગ તેમના હાઈડન એજન્ડાને પાર પાડવા સહકાર કરી રહ્યો હતો. જે અત્યારે તેમની કામગીરી ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. એ વખતે સમયની માંગ હતી કે તત્કાલીન સરકારને ભ્રષ્ટાચાર આચરવા બદલ બદલવી જોઈયે.  જેથી સામાજીક કાર્યકરો,આંદોલનકારીઓને પત્રકારો પણ સહકાર આપી રહ્યા હતા.

ભારતમાં અન્ના હજારે તથા બાબા રામદેવના ભ્રષ્ટાચાર વિરોધી,બ્લેકમની આંદોલનને કારણે દેશમાં તત્કાલ સરકાર વિરૂધ્ધ માહોલ બન્યો અને કોન્ગ્રેસ 2014 માં ભુંડી રીતે હારી. એની સામે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી જનતાને મોટા મોટા વાયદાઓ કરી સત્તામાં આવ્યા. તેમને કરેલા કેમ્મેઈનમાં બ્લેકમની તથા રોજગાર સૌથી અગત્યના મુદ્દા હતા. જેથી તેમની સરકાર બન્યા બાદ એમની પાસે અપેક્ષા મુજબ સ્વીસબેંકમા પડેલી બ્લેકમની પાછી લાવવી, તથા યુવાઓને રોજગાર આપવાની માંગ ઉઠવા લાગી. આ વાજીબ માંગને જે મીડીયાના કર્મીઓએ (ખાસ કરી ન્યુઝ ચેનલ) જનતા સુધી પહોંચાડવાનુ કામ કરતા હતા. એમને ઈનડાઈરેક્ટલી સરકાર દ્વારા ધીરે ધીરે સાઈડલાઈન કરવામાં આવ્યા, તેમનો બહીષ્કાર કરાયો, અલગ અલગ ટેગથી સંબોધન અપાયા,અપમાનીત કરાયા.

આ પીરીયેડમાં મોટા ભાગના મીડીયાકર્મીઓ સત્તાનુકુલ થઈ ગયા. સત્તાનુકુલ થવાનુ એક કારણ તેમની વૈચારીક એકરૂપતા હતી. આવા પત્રકારો ક્યારેય સરકારની નીતીઓના વિરોધમાં એક પણ શબ્દ બોલતા નથી સંભળાયા. ઉપરથી આદોંલનકારીઓને ગુનેગાર તરીકે જોવાનુ કામ શરૂ કરી દીધુ . જેની શરૂઆત FTII થી થઈ હતી. જેમાં “ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા” ના અધ્યક્ષની નીયુક્તી ને લઈ વિધાર્થીઓ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ આ સીલસીલો વધતો જ ગયો. હૈદરાબાદ યુનીવર્સીટીના વિધાર્થીઓનાા આંદોલનમાં પણ મીડીયાની ભુમીકા અચરજ પમાડે એવી હતી. ત્યાર બાદના તમામ આંદોલન હોય કે વિપક્ષનો અવાજ, દરેકને મેઈનસ્ટ્રીમ મીડાયાએ ડાઈવર્ટ,ડાઈલ્યુટ કરવાની કોસીશ કરી.

નોટબંધીની લાઈનો હોય કે, લોકડાઉનમાં મજુરોની પગપાળા.  હમ્મેશા મીડીયાએ સરકારને પ્રશ્નો કરવાનુ ટાળ્યુ. લોકડાઉનમાં લગભગ 13 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર બન્યા હતા. કરોડો વર્કરોને પગાર આપ્યા વગર નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા. ભુખના કારણે રસ્તામાં ચાલતા ચાલતા અનેક લોકો મોતને પણ ભેટી પડ્યા. જેની ખબરો અને તસ્વીરોથી રૂવાંટા ઉભા થઈ જાય. પરંતુ મીડીયાએ એવા ગરીબ-સામાન્ય લોકોને ન્યાય મળે એના માટે કેટલા પ્રયાસ કર્યા? લોકડાઉનમાં વિસ્થાપીત થયેલ મજુરોએ કેવી આર્થીક હાંલાકીનો સામનો કરવો પડ્યો છે એની ખબર પણ લેવાની કષ્ટી નથી ઉઠાવી. અમેરીકન લેખન ઓ હેન્રીની પ્રખ્યાસ શોર્ટ સ્ટોરી અનનોન ક્વોન્ટીટીના પાત્રો ઉપરથી પણ આ લોકોને કોઈ અંદાજો નથી મળતો કે, જે લોકોની નોકરી છીનવાઈ હતી જેને લોકડાઉનમાં પગાર નહોતા મળ્યા. એ લોકો કેવી પરીસ્થીતીમાં જીવતા હશે. તેઓ દેવાદાર નહી બન્યા હોય ? તેઓને ડીપ્રેશનનો સામનો નહી કરવો પડતો હોય?

ખૈર મોટાભાગની મેઈનસ્ટ્રીમ મીડીયાનો જુકાવ સરકાર તરફ છે તેને અનેક ઉદાહરણોથી માપી શકાય છે. પરંતુ એવા ઉદાહરણોનુ પુનરાવર્ત અહી અપ્રસ્તુત રાખી આશા રાખવામાં આવે છે, કે આજે બંધારણ દિવસે મેઈનસ્ટ્રીમ મીડીયા દર્પણમાં નીહાળી પોતાને બદલવાનો પ્રયાસ કરશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.