ગુજરાત રાજ્યના શીક્ષણ વિભાગે ધોરણ 10 અને 12 ને લઈ એક મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં આ બન્ને ધોરણોની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઉત્તરાયણ બાદ ભરવાની શરૂઆત કરવામાં આવશે. 

કોરોના વાઈરસને કારણે સ્કુલો,કોલેજો બંધ રહેતા ઓનલાઈન શીક્ષણ આપવાનુ નક્કી કરાયુ હતુ. જેમાં પરીક્ષા અંગે પણ વિચારણા થઈ રહી હતી. જે વિધાર્થીઓ ધોરણ 10,12માં અભ્યાસ કરે છે અથવા કોલેજના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિધાર્થીઓને પાસ આઉટ કરવા અભ્યાસુ વિધાર્થીઓ સાથે અન્યાય કરવા સમાન ગણાય જેથી આવા ધોરણો માટે સરકારે પરીક્ષા લેવાનો નીર્ણય લીધો છે. ધોરણ 10 અને 12 ની વાત કરવામાં આવે તો એમની પરીક્ષાના ફોર્મ ભરવાનો સમય ઉત્તરાયણ બાદ નક્કી કરવામાં આવ્યો છે. પરીક્ષાના 4 મહિના પહેલા આ ફોર્મ ભરવાની પ્રક્રીયા હાથ ધરવાનુ જણાઈ રહ્યુ છે. રાજ્ય સરકારે આ નિર્ણય કોરાના સંક્રમણને ધ્યાને લઈ લીધો છે.બોર્ડ પરીક્ષા નિયત સમયે યોજાય તેવી શિક્ષણ વિભાગની તૈયારી પણ બતાવી છે.

Contribute Your Support by Sharing this News: