ગુજરાતમાં 8 વિધાનસભાની શીટ ઉપર પેટાચુટંણીનો ચાલી રહેલી હોવાથી. ભાજપ દ્વારા છેલ્લા 25 માં કરેલા કામો ને જનતા સમક્ષ મુકવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રીએ ખે઼ડુતોને આકર્ષવામાં માટે ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદી કરી હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં તેઓએ કહ્યુ હતુ કે અમારી સરકારે છેલ્લા 3 વર્ષમાં 15 હજાર કરોડ રૂપીયાના ટેકાના ભાવે ખરીદી કરી છે.
આ પણ વાંચો – ડાંગના પ્રાકૃતીક સંસાધનો ઉપર પહેલો અધિકાર આદીવાસીનો : વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોન્ગ્રેસ ઉપર હુમલો કરતા જણાવ્યુ હતુ કે, કોન્ગ્રેસ ખેડુતોના નામે મગરના આંસુ રોવે છે તેમને અત્યાર સુધી ખેડુતો પાસે લોન પેેટે 18 – 18 ટકા વ્યાજ વસુલ્યુ હતુ. પરંતુ અમારી સરકારે 0 ટકા વ્યાજ કરી અમે ખેડુતોને વ્યાજ મુક્ત બનાવ્યો છે. કોન્ગ્રેસના સમયમાં 1 દાણો પણ ટેકા ના ભાવે ખરીદાયો નથી. પરંતુ અમારી સરકારે ખેડુતો પાસેથી 15 હજાર કરોડનો ખર્ચો કરી ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદી છે.
સૌરાષ્ટ્રના મગફળીની ખેતી કરતા ખેડુતોને કેન્દ્રમાં રાખી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે પહેલા ક્યારેય 1100 રૂપીયા ભાવ નહોતો રહ્યો પરંતુ અમારી સરકારની નીતીઓ નાકારણે આજે મગફળીના ભાવ 1100 એ પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ વરસાદ પડ્યો ત્યારે સૌરાષ્ટ્રના તમામ તાલુકાને આવરી લઈ ખેડુતોને બચાવવા માટે 3700 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. તેમને કોન્ગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસની ગળથુથીમાં નૈતિક મૂલ્યો રહ્યાં જ નથી. મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઇ ગઈ છે, આ તો રાહુલ ગાંધીની કોંગ્રેસ છે જયાં કોઈ મૂલ્યનો વિચાર પણ નથી હોતો.