ગુજરાત વિધાનસભાની 8 શીટો ઉપર 3જી નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી હતી. આઠ બેઠકોની પેટાચુંટણીમાં અબડાસા,કરજણ તથા મોરબી ની બેઠક ઉપર ભાજપની જીત થઈ ગઈ છે. જેમાં અબડાશા બેઠક ઉપર કોન્ગ્રેસ છેલ્લા ઘણા સમયથી જીતતી આવી છે એ બેઠકને પણ ભાજપે છીનવી લીધી છે. અબડાશાની બેઠક જે લાંબા સમયથી કોન્ગ્રેસ પાસે રહી હતી પરંતુ પેટાચુંટણીમાં તેમને આ બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો છે. કોન્ગ્રેસે ઈન્ડીપેન્ડેન્ટ ઉમેદવારો સાથે એકોમોડેશન ના કર્યુ હોવાથી તેમના પરંપરાગત વોટમાં ગાબડુ પડતા આ શીટ ભાજપના પક્ષમાં ગઈ છે.
અબડાશાની બેઠક ઉપર ભાજપના પ્રધ્યુમનસીંહ જાડેજા કોન્ગ્રેસના ડો. શાન્તીલાલથી કુલ 36412 મતોથી આગળ ચાલી રહ્યા હતા.જેથી આ શીટ ઉપરથી ભાજપના ઉમ્મેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવારને કુલ 71060(49.25%) વોટ પ્રાપ્ત થયા છે. તેની સામે કોન્ગ્રેસને 34648(24.01%) મતો હાંસીલ થયા છે. અબડાસાની બેઠક ઉપર કોન્ગ્રેસને કોઈએ હરાવ્યુ હોય તો એ અન્ય ઈન્ડીપેન્ડેન્ટ ઉમેદવારો છે. જેમાં પઢીયાર હનીફ નામના ઉમેદવારને કુલ 26361(18.27%) મતો લઈ ગયા છે. તથા બીજા એક ઈન્ડીપેન્ડેન્ટ ઉમેદવાર અકુબ અછારભાઈને પણ 5000 હજાર જેટલા વોટ પ્રાપ્ત થયા છે. કોન્ગ્રેસે આ ઉમ્મેદવારોને વિશ્વાષમાં લઈ ચુંટણી લડવાનો પ્રયાસ કર્યો હોત તો શાયદ અબડાશાની શીટનુ રીઝલ્ટ તો તેમના પક્ષમાં લાવી શકત.
આ પણ વાંચો : #પેટાચુંટણી_રીઝલ્ટ : કરજણની શીટ ઉપરથી ભાજપના અક્ષય પટેલની જીત
સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે અકુબ અછારભાઈને મોટા ભાગના વોટ વંચીત સમાજમાંથી પ્રાપ્ત થયા છે. તથા પઢીયાર હનીફભાઈ નામના ઉમેદવાર માઈનોરીટી કોમ્યુનીટીના વોટમાં સેંધ લગાવી કોન્ગ્રેસની પરંપરાગત વોટરોમાં ગાબડુ પાડ્યુ છે. જેનો સીધો ફાયદો ભાજપને થયો છે. આ શીટ ઉપર ભાજપને પંરપરાગત વોટ તો તેમને મળ્યા જ છે એના શીવાય પણ વિરોધી દળોમાં આટલુ વિભાજન હોવાથી, સ્વીંગ વોટરોમાં કન્ફ્યુઝન ઉભુ થવાનો લાભ ભાજપને થયો હોય એવુ જણાઈ રહ્યુ છે.
અબડાસાની શીટ ઉપર નોટા ઉપર અત્યાર સુુધી 2954 વોટ પડ્યા છે. જે કુલ વોટના 2.03 ટકા છે.