મહેસાણામાં GSTના વિરોધમાં કોંગ્રેસે રેલી યોજી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં ભાજપ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં કરાયેલા ભાવવધારો અને જીએસટીના વિરોધમાં શુક્રવારે મહેસાણામાં કોંગ્રેસે રેલી કાઢી મોઢેરા ચોકડી પર સરકાર વિરુદ્ધ છાજીયા લઈ વિરોધ પ્રદર્શિત કર્ય. જીએસટી તેમજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં કરાયેલા ભાવવધારાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ મોઢેરા રોડ પરથી રેલી કાઢી

મોઢેરા ચાર રસ્તા પર પહોંચ્યા. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી મહિલાઓ અને કાર્યકરોએ મોંઘવારી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી છાજીયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર દ્વારા ગેસની બોટલમાં વારંવાર કરાતાં ભાવવધારાનો વિરોધ મહિલા કાર્યકરોએ ગેસના બાટલા સાથે વિરોધ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.